________________
૨૧૯
શ્રી જિનેશ્વર સ્તુતિ
ભજુ ભાવથી હું પ્રભુ આદિનાથ, કરે સર્વને સર્વદા તે સનાથ ! અજીત પ્રભુ સર્વ તે કર્મ જીતી મટાડી મહા દુઃખદા જન્મ ભીતિઃ ૧ કૃપાળુ પ્રભુ સંભવનાથ સ્વામી, મટાડે પ્રભુ માહરી સર્વ ખામી, અભિનંદન સ્વામી સંતાપ હારી, કરૂ વંદના આપને પ્રેમ ધારી ! ૨ કુડી કુમતિ સુમતિનાથ મારા, દયાળુ દીનાનાથ દેજે નિવારી, પડી પમ જીનેન્દ્ર પાયે તમારી કરું અજ હું આપને ઉર ધારી ! ૩ સદાનંદી સુપાર્શ્વ આનંદ આપે, મહારાજ મારૂ મહા કષ્ટ કાપો, ગતિ ચાર ટાળી પ્રભુ ચંદ્રનાથ, કરે શાંતિ, શાંતિ, કહું જોડી હાથ ! ૪ વિધિને હરાવ્યા સુવિધિ પ્રભુ તે, નહિ આપ વિના પ્રભુ કે જીતે. હરે સંકટો શીતળનાથ સ્વામી, કરે સુખને દુઃખ દારિદ્ર વામી ! પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org