SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કાયાએ કરી કઈ પણ પ્રકારના દોષ લાગ્યા હોય તો અરિહંત સિદ્ધ કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્ક. શુદ્ધ સ્વરૂપના લક્ષે કઈપણ જાતની ઈચ્છા લાલસા વાસના રહિત એક ઉપવાસથી હજાર વર્ષના નર્કના દાવા થાય છે. પરભવમાં મારાપણાની બુદ્ધિ તુટી જતાં કર્મ વર્ગણની નિર્જરા થાય છે–તે ધ્યેય ન રહેતા બીજાની દેખાદેખીથી–કે વરસી તપ આદિ તપશ્ચર્યા કરતાં મારા નામના ગાણાં ગવાશે, (વરઘેડા) શોભાયાત્રા નીકળશે, સાંગીએ ગવાશે. બહુમાન કરાશે, બધા મને સાતા પૂછવા આવશે, આવી માન પોષક વૃત્તિ જાણ પણે અજાણપણે સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં પષાણી હોય તે અ. સિ. ભીની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડં. તપના મહિમા તરીકે ઘરના કુટુંબીઓએ આડંબર ન કર્યો. કંકેત્રી ન છપાવી, સાંગીઓ ન ગવરાવી, પ્રભાવનાઓ ન કરી તેથી તેમના પ્રત્યે ખેદ કે તિરસ્કાર મનમાં થયું હોય કે આ બધા લોભી છે. અમે બાર બાર માસની તપશ્ચર્યા કરી, પણ તેઓને કેઈ જાતની ગણતરી નથી, એવી પુદ્ગલ આશાએ, આકુળ-વ્યાકુળ પણું થઈ ગયું હોય, તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ઉપવાસના પારણે આહારથી આ દેહ ટકી રહ્યો છે, એવા હર્ષથી એકાકાર થઈ છેડી દીધેલા એક ટંકનું વળતર ઉત્તર પારણામાં અને એક ટંકનું વળતર પારણામાં વાળી આનંદ માન્ય હોય, તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ઉપવાસમાં કેઈએ સેવા ન કરી હોય, શાતા ન પૂછી હોય, તેથી મનમાં ખેદ કે તણતણાટ થઈ ગયે હોય. તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy