________________
૧૪૮
મહા પરિગ્રહ અનંત કાળ સુધી સંસારસાગરમાં રખડાવનાર છે, રઝળાવનાર છે, એવું જાણી મહા આરંભ મહામેહ, મહાપરિગ્રહ ત્યાગીને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરૂં, અહે પ્રભુ, ! આવું અપૂર્વ શ્રાવકપણું હું આ દેહે, જન્મ પ્રાપ્ત કરું તે દિન, તે ઘડી મારી લેખાની ગણીશ. મારી લેખાની ગણીશ.”
બીજે મને રથ બીજી ભાવના શ્રાવક-શ્રાવિકા એમ ભાવે કે હે નાથ,! હે દયાળુ ! હું આ ભવમાં શ્રાવકના બાર વ્રત અંગીકાર કરું. કાળ ક્રમે મારે આત્મા દઢ જોરાવર થયે કે હું સાધુજીના પંચ મહાવ્રત ધારણ કરું, વિશુદ્ધ અપૂર્વ સાધુપણું જે પૂવે કદી નથી પ્રાપ્ત થયું એવું મહાદુર્લભ સાધુપણું આ ભવે, આ દેહે, પ્રાપ્ત કરું તે દિન, તે ઘડી હું મારી લેખાની ગણેશ, લેખાની ગણીશ.
ત્રીજો મનેરથી ત્રીજી ભાવના શ્રાવક-શ્રાવિકા એમ ભાવે કે હે નાથ હે દયાળુ ! મારા કાળના અંતે, મરણના અવસરે, આઈ પડિકકમી, નિંદી નિશલ્ય થઈ જગતના જીને ખમાવી, સંસારની સર્વ પાપકારી ક્રિયાઓથી મુક્ત થઈ અઢાર પાપ, ચાર આહાર અને શરીરને ત્યાગ કરી, સંથારે કરી, શુદ્ધ ભાવે સમતા પરિણામે આ દેહ ઉપરથી માયા મમત્વ મૂછભાવ ઉતારી મૃત્યુને અણવાંચ્છતે થકે જીવતરની ઇચ્છા સહિતપણે, સમાધિ મરણ, પંડિતમરણે, સંથારા સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org