________________
૧૪૭
શ્રાવકના ત્રણ મોરથ
૧ લે મનેરથ શ્રાવક-શ્રાવિકા દિન પ્રત્યે ત્રણ મનોરથ (ત્રણ ભાવના) ભાવે. એમાં ૧ લે મનેરથ! (પહેલી ભાવનાએમ ભાવે કે હે નાથ ! હે દયાળુ! હે અંતર્યામિ ! હું અનંત કાળથી અજ્ઞાનપણે મહાઆરંભ, મહા સમારંભ કરી મહા મેહમાં લુબ્ધ થઈ મહા પરિગ્રહ વધારી ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ રૂપી કષાયને આધીન થઈને આ અસાર એવા સાર વારના સંસારમાં રખડી રહ્યો છું. જન્મ–જરા-ન્મરણ આધિ-વ્યાધિ-ઉપાધિ દુખ પીડા ભોગવી રહ્યો છું, તે પણ પ્રભુ ક્યાંયથી પાર પામ્યું નહીં. આમ અનંતકાળથી રખડતાં રખડતાં રઝળતાં–રઝળતાં કર્મના વિપાક-પરિપાક ચાખતાં– ચાખતાં, કેઈ શુભ કર્મના ઉદયે કરી, પુણ્યનાં યુગે કરી છે નાથ ! તમારી કૃપાએ કરી આ ઉત્તમ મનુષ્ય દેહ, આર્યક્ષેત્ર, * ઉત્તમ –કુળ સંપૂર્ણ ઈન્દ્રિયે અને સત્કૃષ્ટ એ જૈન ધર્મ પામ્યો છું. હે નાથ, આવી છતી રિદ્ધિ, છતી જોગવાઈહેવા છતાં મારા અનાદિ કાળના ઊલટા સ્વભાવનાં પરિ. "ણમે કરી, ગાફેલ રહી પ્રમાદ સેવી આળસ કરી, આ રત્ન 'ચિંતામણી સરીખે મનુષ્ય દેહ હારી ન જાઉં. મારે કેરે નિષ્ફળ ન જાય, માટે હે નાથ ! હે દયાળુ ! હે કૃપાળુ ! મને એવી સદ્દબુદ્ધિ સન્મતિ આપે કે જેથી એમ સમજાય કે મહાઆરંભ, મહાસમારંભ દુઃખનું કારણ છે, મહામહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org