________________
૧૪૫
અહે પરમકૃપાળુ ગુરૂદેવ ! આ ભવ, પરભવ ભવોભવ સદાને માટે આપશ્રીનું શરણું અંગીકાર કરીએ છીએ. આપના શરણાથી આપની સ્તુતિ, ભક્તિ અને ગુણકીર્તન કરવાથી અમારે ઉપયોગ આપના ગુણોમાં પ્રવર્તન કરવાથી, આપના જેવા ઉજ્જવળ, નિર્મળ નિર્દોષ અને નિર્વિકારી બનશે તેમાં અમને જરાય શકે કે સંશય નથી. માટે અમારા મન, વચન અને કાયાના પગને આપના ચરણમળમાં સમર્પિત કરીએ છીએ. તે સમર્પણ કરવાથી અમારામાં રહેલી અનાદિ કાળની કુબુદ્ધિ, કુટેવ અને કુસંસ્કાર સર્વ ક્ષય થશે અને આપના જેવી સુબુદ્ધિ, સુટેવ અને સુસંસ્કારને પ્રગટ કરવા માટે તેમજ અનાદિ કાળના જન્મ, જરા મરણ, વેદના, મહાવેદના, અસહ્ય વેદના, ભયંકર વેદના પ્રતિકુળ સયોગો, દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય ઉપભોગાંતરાય વીર્યન્તરાય નામની ગાઢી ચીકણી કમની પ્રકૃત્તિઓ બાંધી ને તે સર્વ ક્ષય થશે.
મને ચોકકસ ખાત્રી છે કે જેના શરણે જઈએ તેના જેવા થઈએ, અરિહંત પ્રભુજીના શરણે જઈએ તે અરિહંત પ્રભુ જેવા થઈએ. સિધ્ધપ્રભુના શરણે જઈએ તે સિદ્ધ પ્રભુજી જેવા થઈએ. કેવળી ભગવાનના શરણે જઈએ તો કેવળી ભગવાન જેવા થઈએ. સાધુ-સંતના શરણે જઈએ તો સાધુ સંતે જેવા જ થઈએ.
માટે આપના જેવી ઝળહળતી ત પ્રકટ કરવાને માટે પરમજ્ઞાન, પરમદર્શન, પરમચારિત્ર, પરમસુખ, પરમશાંતિ, પરમ આનંદને પ્રાપ્ત કરવાને માટે ચત્તારિ શરણું પવનજામિ, અરિહંત શરણું પવજામિ, સિધે શરણું પવજજામિક સાહુ શરણે પવનજામિ, કેવળી પન્નત ધમ્મ શરણું પવનજામિ.
એ ચાર માંગલિક, ચાર ઉત્તમ ને ચાર શરણ કરે જે, ભવસાગરમાં તરે તે, સકળ કમને આણે અંત, મોક્ષ તણું સુખ લહે અનંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org