________________
૪૨૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ચોખ્ખું થઈ જાય તે શુદ્રો પાટ્યશદ્રો કહેવાય. એવા સજાતીય પારાદ્ધવાચી નામે ઠન્દ્રસમાસમાં એકવચનમાં આવે.
તક્ષાઃ ૨ મયાાતિ=સાયરમ્-સુથાર અને લુહાર.
રન તનુવાયાક્ય રનવતખ્તવયમ-ધોબી અને વણકર. ચેખું થઈ જાય અને એ પાત્રને બ્રાહ્મણ ક્ષત્રિય વા વૈશ્ય પિતાના ઉપયોગમાં લઈ શકે એ એક જાત. તથા જેમને જમવા માટે કે પાણી પીવા માટે આપેલ પાત્ર–વાસણ માંજવા વગેરે દ્વારા શુદ્ધ ન થઈ શકે પણ તેને અગ્નિમાં નાખીને તપાવાય તે જ શુદ્ધ થઈ શકે એવા પણ બીજી જાતના શુદ્રો હોય છે, એવી કલ્પના જાતિબ્રાહ્મણોએ કરેલ છે. આવા બીજી જાતના શુદ્રોને બ્રાહ્મણ વગેરે ગૌવણિક લેકે પોતાનું પાત્ર આપતા જ નથી.
આ બીજી જાતના શુદ્રોની જનંગમ ચાંડાળ અને બુકકસ ચાંડાળ એ બે જાતો છે, એમને અપાયેલ પાત્ર માંજવાથી કે બીજે પ્રકારે શુદ્ધ થઈ શકતું નથી પણ અગ્નિમાં તપાવાય તો જ શુદ્ધ થઈ શકે છે.
આ પદ્ધતિ હિંદુસ્તાનનાં ઘણું જુના કાળથી જાતિબ્રાહ્મણોએ ચાલુ કરેલ છે. વર્તમાનમાં પણ ગામડાંઓમાં કણબી, કોળી, કુંભાર વગેરેને વાપરવા માટે માટીનાં જ વાસણ અપાય છે. ધાતુમાં તાંબાનાં કે પીતળનાં જ વાસણ અપાય છે, કાંસાનાં વાસણ તો અપાતાં જ નથી પણ હવે અંગ્રેજો આવ્યા પછી આ રિવાજ મંદ મંદતર અને મંદતર થતો ચાલ્યો છે.
આ સૂત્રદ્વારા હિંદુસ્તાનમાં જુને જાતિભેદ કેવી જાતને ઉગ્ર હતો તે ઉપર ઠીક ઠીક પ્રકાશ પડે છે.
આ સૂત્રમાં શક, યવન વગેરેને પાત્ર આપવા જેવા ગણવામાં આવેલ છે એનો અર્થ એ છે કે શકો યવન વગેરે આપણા દેશમાં આવીને આપણી સાથે એવા એકરસ થઈ ગયેલા અથવા એવા સત્તાશાળી થઈ ગયેલા કે તેમને જમવા માટે કે પાણી પીવા માટે આપણું વાસણ આપવામાં સંકોચ રખાય તેમ ન હતું. મનુએ તો મનુસ્મૃતિમાં કેવાં વાસણોને કેવી રીતે મંજાય તો શુદ્ધ થઈ શકે એના નિયમોનું ખાસ સૂચન કરેલ છે.
એક તરફ સર્વ વહુ ફુદું વ્ર એમ કહેવામાં આવતું અને બીજી તરફ આવો તિરસ્કારના પાયા ઉપર ઊભો કરાયેલ જાતિભેદ-એ કેવું વિચિત્ર !!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org