________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાદ
[૧૩ હેઠથી માંડીને કાકલિ' એટલે કે કંઠમણિ નામના ગળાના ભાગની પહેલાંના શારીરિક અવયવનું નામ મુખ છે. ઉપર જણાવેલાં આઠે સ્થાને મુખમાં હોય છે અને ચારે આસ્વપ્રયત્નો ઉપર જણાવેલા પારિભાષિક મુખમાં જ થાય છે. આ સૂત્રની વ્યાખ્યામાં છે જે અગિયાર બાહ્ય પ્રયત્ન જણાવેલા છે તે ઉપર જણાવેલા મુખમાં થતા નથી, પણ તે ગળાના ભાગ પછીના આપણું કઠામાં થાય છે અને એ કઠો મુખથી જુદે છે. તેથી મુખથી જુદા ભાગમાં થનારા પ્રયત્નેને બાહ્ય પ્રયત્નનું નામ આપેલ છે. અહીંને “બાહ્ય' શબ્દ તેન. સાધારણ પ્રચલિત બહાર” અર્થનો સૂચક નથી, પણ “મુખથી જુદે ભાગ તે બાહ્ય” એવા અર્થને સૂચક છે તે ધ્યાનમાં રાખવાનું છે.
જે પ્રયત્નો આસ્યમાં થાય તેનું નામ આસ્વપ્રયત્ન. આવા આસ્વપ્રયત્ન ચાર છે—
૧. સ્પષ્ટતા, ૨. ઈષસ્કૃષ્ટતા, ૩. વિવૃતતા, અને ૪. ઈપવિવૃતતા.
સ્વર વર્ણોમાં સૌથી પહેલો પ્રકાર આવે છે તેથી સૌથી પ્રથમ પ્રકારના સ્થાન અને આસ્વપ્રયત્નની વાત કરીએ–
પ્રકારની ત્રણ જાત છે: ૧. ઉદાત્ત, ૨. અનુદાત્ત, ૩. સ્વરિત. ૧. જે ઊંચે સાદે બેલાય તે ઉદાત્ત.” ૨. જે નીચે સાદે બોલાય ને “અનુદાત્ત.” ૩. જે મધ્યમ રીતે બેલાય–બહુ ઊંચે સાદે પણ નહીં તેમ બહુ
નીચે સાદે પણ નહીં તે રીતે બેલાય તે “સ્વરિત.
મકાર ઉદાત્ત પણ છે, અનુદાત્ત પણ છે અને સ્વરિત પણ છે. વળી પાછું. તે ત્રણે પ્રકારે બે રીતે બેલાય છે :
૧. ઉદાત્ત 1 નાકમાંથી બેલાય છે માટે સાનુનાસિક કહેવાય. ૨. તે જ મ નાકમાંથી ન બોલાય ત્યારે નિરનુનાસિક કહેવાય.
એ રીતે ઉદાત્ત એ ના, અનુદાત્ત ના તથા સ્વરિત મ ના બે બે ભેદ થાય છે. એમ એક જ ના છ ભેદ થાય છે.
१. नासिकाम् अनुगतः अनुनासिकः, अनुनासिकेन सह सानुनासिकः । यः अनुनासिको नास्ति स निरनुनासिकः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org