________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાદ અનુભવાય છે, પણ જ્યારે શબ્દના અનિત્ય પાસાનો વિચાર કરીએ ત્યારે તે તે અનિત્ય પદાર્થની ઉત્પત્તિ નિષ્પત્તિ પણ થઈ શકે. એટલે સ્યાદ્વાદના નિયમ પ્રમાણે નિત્ય શબ્દની માત્ર જ્ઞપ્તિ જાણવી અને અનિત્ય શબ્દની માત્ર નિષ્પત્તિ – ઉત્પત્તિ જાણવી – એવો વિચાર આચાર્ય હેમચંદ્રને સમ્મત છે અને પ્રસ્તુત શબ્દાનુશાસન શબ્દોનું જ્ઞાન મેળવવામાં તથા શબ્દની નિષ્પત્તિ કરવામાં પણ સાધનરૂપ છે. અર્થાત્ સ્યાદ્વાદના ધોરણને ધ્યાનમાં રાખીને જ્યારે શબ્દોને નિત્ય સમજીએ ત્યારે આ શબ્દાનુશાસન દ્વારા શબ્દોનું માત્ર જ્ઞાન મેળવવાનું છે અને જ્યારે શબ્દોને અનિત્ય માનીએ ત્યારે આ શાસ્ત્ર દ્વારા જ તેમને નિપજવીને તેમને વ્યવહારમાં ઉપયોગ કરવાનું છે.
ઢોર મશરૂા. આ શાસ્ત્રમાં શબ્દોને લગતી ઘણી ખાસ ખાસ બાબતો બતાવવા પ્રયત્ન કરવાના છીએ, પણ તે બાબતે એટલી બધી વધારે છે કે તે બધીને અહીં કહેવી અશક્ય છે માટે શદેને લગતી જે કેટલીક લેકપ્રસિદ્ધ બાબતોને – અમે અહીં ન કહી હોય તે બધીને – લોક પાસેથી સમજી લેવાની છે. “લોકનો અહીં ખાસ અર્થ છે. વ્યાકરણના મેટા મેટા પંડિત. ન્યાય તથા અલંકારશાસ્ત્રના વિદ્વાનો, સામુદ્રિક, જ્યોતિષ, ગણિત, છંદ વગેરે બીજું બીજાં અનેક શાસ્ત્રના શિક્ષક તથા લેકમાં જેઓ શાણુ, ચતુર અને પ્રતિભાવાન ગણાય છે તે તમામને અમે અહીં “લોક શબ્દના અર્થ માં સમાવીએ છીએ.
આ શાસ્ત્રમાં કેટલીક સંજ્ઞાઓ, કેટલીક પરિભાષાઓ, કેટલાક ન્યાય તથા બીજી કેટલીક ઉપયોગી બાબતોનું સ્વરૂપ કહેવું રહી ગયું છે, તે આ બધું ઉપર જણાવેલ લેક પાસેથી જાણી લેવાનું છે અને વર્ણનો એટલે કે સ્વર તથા વ્યંજનનો સમાસ્નાય પણ લેક પાસેથી જાણી લેવો. સંજ્ઞાઓનાં વિધાન–
પરન્તાદ જરા શાક જેમને છેડે થી આવેલ હોય તે બધાની સ્વર સંજ્ઞા સમજવી.
પ્રશ્ન–ો, ચૌ, ટી વગેરેમાં , જૂ અને ને છેડે પણ ગૌ આવેલ છે, તે શું , જૂ અને ટુ ની પણ સ્વર સંજ્ઞા સમજવી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org