________________
૪]
સિદ્ધહેમશબ્દાનુશાસન શાસ્ત્ર ભણનારને માટે સૂચને
સિદ્ધિાઃ સ્થાદ્વાર શશા આ વ્યાકરણશાસ્ત્રમાં અમે જે જે શબ્દોની ચર્ચા કરવાના છીએ તે તમામ શબ્દોની સિદ્ધિ સ્યાદ્વાદના નિયમને ધ્યાનમાં રાખીને સમજવાની છે. સ્યાદાદ એટલે અનેકાંતવાદ, વસ્તુમાત્રનાં અનેક પાસાં છે, તેથી એક જ વસ્તુ વિશેના વિચારો પણ તે તે પાસાં પ્રમાણે વિવિધ જાતના હોય છે. તે તમામ પાસાં અને તમામ વિચારમાંના કોઈ પણ એકનું નિરસન કર્યા વિના વ્યવહારોપયોગી અમુક એક પાસાને તથા તત્સંબંધી અમુક એક વિચારને સાપેક્ષપણે પ્રધાન સ્થાને ગણીને પ્રસ્તુત વ્યવહારની સિદ્ધિ જે નિયમથી થાય તેનું નામ સ્યાદ્વાદનો – અનેકાંતવાદને નિયમ.
આ નિયમ શબ્દોને પણ લાગુ પાડવાનું છે. કેટલાક વિચાર શબ્દના એક નિત્ય પાસાને પ્રધાન સ્થાન આપે છે તેથી તેઓ શબ્દને નિત્ય જ માને છે. આ વિચારકે શબ્દના બીજા અનિત્ય પાસાનો તથા તે સંબંધી વિચારને સર્વથા નિષેધ કરે છે. ત્યારે વળી કેટલાક વિચારકે શબ્દના બીજ એક અનિત્ય પાસાને પ્રધાન સ્થાન આપે છે તેથી તેઓ શબ્દને અનિત્ય જ માને છે. આ વિચારકે શબ્દના બીજ નિત્ય પાસાને તથા તે સંબધી વિચારનો સર્વથા નિષેધ કરે છે. એમ આ બંને વિચારકે શબ્દનાં બંને પાસાંનો તથા તે સંબંધી બે વિચારનો એકી સાથે સાપેક્ષપણે સ્વીકાર કરતા નથી, પરંતુ શબ્દના એક જ પાસાને સ્વીકારી તે અંગેના વિચારને નિરપેક્ષપણે સ્વીકારે છે, ત્યારે સ્યાદ્વાદના નિયમ પ્રમાણે શબ્દનાં એક સાથે બંને પાસાં છે અને તે બંને પાસાંને લગતા બે વિચારો પણ સાપેક્ષપણે ખરા છે એટલે સ્યાદ્વાદનો નિયમ એમ જણાવે છે કે, શબ્દ નિત્ય પણ છે અને શબ્દ અનિત્ય પણ છે.
- અમુક વ્યક્તિનો કે અમુક વસ્તુને શબ્દ ઉત્પન્ન થતાં જ નાશ પામતે અનુભવાય છે માટે એ દૃષ્ટિએ શબ્દ અનિત્ય છે અને પ્રવાહ રૂપે શબ્દ કદી નાશ પામતો નથી એટલે સંસાર કદી પણ શબ્દ વિનાનો હાઈ શકે નહીં. આ રીતે શબ્દના પ્રાવાહિક નિત્ય પાસાની દૃષ્ટિએ વિચાર કરતાં શબ્દ નિત્ય પણ છે.
જ્યારે શબ્દના નિત્ય પાસાનો વિચાર કરીએ ત્યારે તેનું માત્ર જ્ઞાન - પ્તિ કરી શકાય. નિત્ય પદાર્થનું નિષ્પાદન ન થઈ શકે. એ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org