________________
કરતે. નાની વ્યક્તિ સાથે મૃદુ વ્યવહાર કરવાથી મોટાપણું જ કેવી રીતે સુરક્ષિત રહી શકે એવી ધારણા રૂઢ થઈ ગઈ છે. એક માલિક પિતાના નોકરની સાથે મૃદુ વ્યવહાર કરવામાં સંકોચ અનુભવે છે. પરંતુ બરાબરના સાથીની સાથે તે વિનમ્ર અને મૃદુ વ્યવહાર કરવામાં ગૌરવ અનુભવે છે. ઉપરોક્ત ધારણાએ બધા જ વ્યવહારને અવ્યવસ્થિત કરી દીધો છે અને માનવીય સંબંધોમાં બહુ મેટી તિરાડ પાડી દીધી છે. જોકે એ વાત ભૂલી જાય છે કે મૈત્રી અને નિર્મળ પ્રેમપૂર્ણ ભાવનાઓથી વ્યક્તિને જેટલો પ્રેરિત કરી શકાય છે, એટલો કઠેર વ્યવહારથી નથી કરી શકાતે.
ત્રીજી મુશ્કેલી છે–પ્રતિક્રિયાની. વ્યક્તિ માની લે છે કે કિયાની પ્રતિક્રિયા હોવી જ જોઈએ. કોઈ આવેશપૂર્વક વાત કરે છે, તે પ્રત્યુત્તરમાં ઈટનો જવાબ પથ્થરથી ન આપે તે પછી તે માણસ જ શાને? માણસમાં કંઈક હોય તે પ્રતિક્રિયા ચક્કસ થાય અને તે એવું કરે કે જેથી સામેવાળ દબાઈ જાય, એવી મનઃસ્થિતિ પ્રાયઃ બધા મનુષ્યની હોય છે. કિયાની પ્રતિક્રિયા કરવી જાણે કે તેને સ્વભાવ થઈ ગયા છે.
ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષા કરનાર સાધક માનવીય સંબં ધની આ મુશ્કેલીઓથી બચવાને પ્રયત્ન કરે છે. તે વધારેમાં વધારે જાગૃત રહે છે. જેમ જેમ અભ્યાસ વધે છે, તેમ તેમ તે બદલાય છે, સ્વભાવ બદલાય છે. સ્વ
65
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org