________________
વ્યક્તિમાં પિતાના પ્રત્યે જાગરૂક્તાને લગભગ અભાવ નજરે પડે છે. વ્યક્તિ તનાવને અનુભવ કરે છે, પરંતુ તનાવ વસ્તુતઃ ક્યાં છે, તે એકદમ બરાબર બતાવવું તેના માટે મુશ્કેલ થઈ જાય છે. એટલે સુધી કે વ્યક્તિ પોતાની શ્વાસક્રિયાના વિષયમાં પણ નથી જાણતી કે તે શ્વાસ પેટ વડે લઈ રહ્યો છે કે છાતી વડે. આપણે શ્વાસ–પ્રેક્ષાની ચર્ચા “શ્વાસ પ્રેક્ષામાં કરી ગયા છીએ. હવે આપણે જોઈશું કે -શરીર–પ્રેક્ષાની સમગ્ર પ્રક્રિયા વ્યક્તિને પિતાના શરીરની સૂક્ષ્માતિસૂક્ષમ પ્રક્રિયા સુધી કેવી રીતે પહોંચાડે છે, તેની સાથે પિતાના સંપર્ક કેવી રીતે સ્થપાય છે. પોતાની શારીરિક તેમ જ માનસિક તંદુરસ્તીને સુધારવાની ઈચ્છુક વ્યક્તિ માટે આ તદ્દન અનિવાર્ય છે. શરીરપ્રેક્ષાથી આ લક્ષ્ય સહજપણે સિદ્ધ થઈ જાય છે.
યુગપ્રધાન આચાર્યશ્રી તુલસી અને તેમના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન તેમ જ પરિશ્રમનું જ આ પરિણામ છે કે આજે હજારે લેકે આધ્યાત્મિક સાધનાના માર્ગ પર ચાલીને સમસ્યાઓથી મુક્ત જીવન જીવવાનો આનંદ મેળવી રહ્યા છે. પ્રિક્ષા ધ્યાન પદ્ધતિના રૂપમાં માનવજાતિને આ બે મહાન અધ્યાત્મમનીષીઓનું અનુપમ વરદાન પ્રાપ્ત થયું છે. અમને દઢ વિશ્વાસ છે કે આ સાર્વભૌમ અને સર્વજનીન વિધિને સમજીને સાધના કરનારી પ્રત્યેક વ્યક્તિ લાભાન્વિત થશે. ડૉ. ચીનુભાઈ નાયક
જેઠાલાલ એસ ઝવેરી સંયોજક, પ્રેક્ષાધ્યાન એકેડેમી
ચેરમેન ૫૦, હરિસિદ્ધ ચેમ્બર,
તુલસી અધ્યાત્મ નીડમ આશ્રમરોડ, અમદાવાદ-૧૪
જૈન વિશ્વભારતી, લાડનં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org