SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આંખ દશ્યને જુએ છે, પરંતુ તે દશ્યની નિમિત્ત કે ફળક્તા નથી. તે અકારક કે અવેદક છે. એ જ રીતે ચૈતન્ય પણ અકારક અને અવેદક છે. જ્ઞાની જ્યારે ફક્ત જાણે કે જુએ છે ત્યારે ન તે તે કર્મબંધ કરે છે અને ન તે તે વિપાકમાં આવેલાં કર્મોનું વેદન કરે છે. જે ફક્ત જાણવા અને જેવાને અભ્યાસી બની જાય છે તે વ્યાધિ કે અન્ય આગંતુક કષ્ટને માત્ર સાક્ષીભાવે જોઈ લે છે. પ્રેક્ષાથી આ વેદનાના કષ્ટની માત્ર અનુભૂતિ જ ઓછી નથી થતી, પરંતુ કર્મના બંધ, સત્તા, ઉદય અને નિર્જરાને જોવાની ક્ષમતા પણ વિકસે છે. ૧. જે કરનાર છે, કર્યા છે, તે કારક છે. જે ભોગવનાર છે, ભક્તા છે, તે વેદક છે. અકારક અને અવેદકનું તાત્પર્ય છે–ન કરનાર અને ન ભેગવનાર. ૨. નવા કર્મ-પરમાણુઓને ગ્રહણ કરવા તે બંધ' છે. બંધન પછી જ્યાં સુધી કર્મોનું ફળ મળવાનું શરૂ થતું નથી ત્યાં સુધી સમય “સત્તા” છે, જ્યારે કર્મનું ફળ મળે છે, ત્યારે “ઉદય” છે અને જ્યારે કર્મ આત્માથી અલગ થઈ જાય છે, ત્યારે તેને “નિર્જરા” કહેવામાં આવે છે. Jain Education International For Private 96ersonal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy