________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
- ૧ -
વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફળ કામી રે, વાસુ૧ નિરાકાર અભેદ સંગ્રાહક ભેદ ગ્રાહક સાકરે રે, દશન જ્ઞાન ભેદ ચેતના વસ્તુ ગ્રહણ વ્યાપાર રે, વાસુ૦ ૨ કર્તા પરિણામી પરિણામો, કમ જે જીવે કરીએ રે, એક અનેકરૂપ નથવાદે, નિયતે નયે અનુસરીએ રે, વાસુ ૩ દુઃખ સુખ રૂપ કમ ફળી જાણે, નિશ્ચય એક આનંદે રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન ચંદો રે, વાસુ. ૪ પરિણામી ચેતન પરિણામ, જ્ઞાન કરમ ફળ ભાવી રે, જ્ઞાન કરમ ફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે, વાસુ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુપ્રકાશે, આનંદઘન મત સંગી રે, વાસુ૦ ૬
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org