________________
૫૦]
મારી સિંધયાત્રા
શકે. ઘણુઓની તે ભાષા પણ આપણે ન સમજીએ. “સામયિકને બેલે “હમાઈ.” બાલોતરામાં પણ સ્થાનકવાસી અને તેરાપંથીનાં ઘર વધારે છે. થોડાક મંદિરમાર્ગી પણ છે. પાંચ મંદિર છે. ગ્રામીણતા
શિવગંજથી તખતગઢ બિલકુલ નજદીક એટલે પાંચ છ કામ જેટલું હોવા છતાં, શિવગંજના વેશમાં અને તખતગઢના વેશમાં ઘણું અંતર પડી જાય છે. તખતગઢની સ્ત્રીઓનો વેશ લગભગ જાટ જેવો હોય છે. પુરૂષોના વેશમાં પણ ગ્રામીણતા વધારે દેખાય છે. જાડાં કપડાં, જાડે ખોરાક, જાડી બોલી અને લગભગ બધું યે જાડું. વિલાયતનું નામ નહિં, તે ફેશનનું ચે કામ નહિં.
અહિંથી જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ ગ્રામીણતા વધારે નજરે પડે છે. આગળ જતાં તે વાણિયે કે મજૂરએવો ભેદ બહુ વિચાર કર્યા પછી જ જાણું શકાય. રેતી અને ભંડીઆ
ઉમેદપુર પછી રેતીનાં દર્શન શરૂ થાય છે. જાલોર પછી રેતી વધારે દેખાય છે. અને બાલોતરા પછી તે લગભગ રેગિસ્તાન શરૂ થાય છે. કપડું જરા નીચે મૂકે, એટલે હજારો મંઠિયા કપડાની સાથે વળગેલાં માલૂમ પડશે. એક ભઠીયું હાથથી ઉખેડવા જાઓ, એટલે ઝીણું પચાસ ફાંસે આંગળીમાં વળગશે. કોઈ કાઈ સ્થળે પગ એટલા ખેંચી જાય કે ફર્લોગ ચાલતાં ચાલતાં તે માણસ હાંફી જાય. રેતીમાં નહિ ચાલવાના મહાવરાવાળા માણસોને માટે રેતીમાં ચાલવું ઘણું જ કઠિન થઈ પડે છે.
સન્માન અને આદર આપતી અશિક્ષિત એવી મારવાડની ભોળી પ્રજાની ભક્તિનો લાભ લઈ, મહા સુદિ ૧૧, તા. ૨૧મી ફેબ્રુઆરી રવિવારે અમે ખાતરી છેડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org