________________
પરિશિષ્ટ ૭
શ્રી જૈન સંધ તરફનુ' આભારપત્ર
શ્રી મહાવીરાય નમઃ
પુજ્યપાદ પરસશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજની સેવામાં, કરાચી.
શ્રમણરાજ ! આપના પ્રેમ પરિમલ-પરાગથી આષિત અમ હૃદય ઉમિઓની પ્રાકૃતિક પ્રેમાવેશની ભાવના શબ્દોમાં વ્યક્ત કરવા જેટલી અમારામાં શકિત નથી. એ વાસ્તવિક સત્ય હૈાવા છતાં સ્નેહનો વેગ એવા અને એટલા છે કે તેને આજે આ વિરહ પ્રસંગે વહેતા મુકયા સિવાય નથી જ રહેવાતુ.
જૈન સ તાનો વિહાર એટલે સે કડા નહી બલ્કે સહસ્ર શાસ્ત્રો અને સુત્રાની અગ્નિ કસોટી અસંખ્ય-અગણીત પરીસહેાની પરાકાષ્ટામાંથી શુદ્ધ કંચન સ્વરૂપે પસાર થવાની અગ્નિ પરીક્ષા. સેંકડા વર્ષો પશ્ચાત્ સિધ પ્રદેશ જન મુનિ વિહાર માટે ખુલ્લા કરવામાં આપશ્રીનો પણ કાળા મંદિર ભાગી સવેગી સાધુઓમાં મેખરે આવે છે તે કહેવાની ભાગ્યે જ જરૂર પડે છે.
અત્રે આપની અઢી વર્ષની સ્થિરતા દરમ્યાન આપશ્રીએ શાસ્ત્ર વિશારદ સ્વ. ગુરૂ મહારાજશ્રી વિજયધમસુરીશ્વરની પૂણ્યતિથિ, શ્રી સિંધ સર્વાં હિંદુ ધમ પરીષદ, કબીર જયન્તિ, જરથાસ્ત અને શ્રી સ્મૃતિ પુજક જૈન પાઠશાળાના રૌષ્ય મહેાત્સવ વગેરે વગેરે અનેકવિધ પ્રસગાએ પ્રમુખસ્થાન દીપાવીને રાષ્ટ્ર ભક્તિ, શાસન ભક્તિ અને સામયીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org