________________
પરિશિષ્ટ ૬
[૪૨૯
મુકવાની શરુઆત કર્યા પછી જરૂર જણાય છે કે આવા સાધુ પુરૂષ સંસાર સાગરમાં તરવાનું નાવ સમાન છે. તેમના સદુપદેશ આચારમાં મુકે તો જરૂર લોકો તરી જઈ શકે છે.
મુનિશ્રી જૈન સાધુ હોવા છતાં તેમના ઉપદેશે જન સિવાયના બીજા દરેક ગ્રહણ કરી શકે તેવા વિશાળ છે.
આ સિંધ દેશમાં તેમનું આગમન એક ઈશ્વરના આશીર્વાદ સમું નિવડયું છે. તેમના સંસર્ગ કાંઈક મનુષ્યના જીવનનો પલ્ટો થયો છે. તેમના ઉપદેશથી મુમુક્ષુઓની શંકાઓનું નિવારણ થયું છે. તેમની પ્રેરણાથી કાંઈક સદગૃહસ્થોએ લોકોના લાભ માટે પોતાના નાણાં તેમને ચરણે ધર્યા છે. તેમની વિદ્વતાથી કંઇક વિદ્વાનોએ લાભ ઉઠાવ્યો છે.
મારે મુનિરાજશ્રીને પ્રથમ સંબંધ સિંધ સર્વધર્મ પરિષદમાંથી થએલો, ત્યાર બાદ ઈશ્વરે મને તેમના અતિ નિકટ પરિચયમાં મુકી દીધો અને પરિણામે તેમના ગુણ, તેમની ઉદારતા તથા તેમની કર્તવ્યપરાયણતાની મને પ્રતિતિ થઈ. કરાચીમાં આવી તેમણે તેમની સફર સર્વાંશે સફળ કરી છે.
સાહિત્યમાં પણ તેમને ફાળે કંઈ નાને સુને નથી. એઓશ્રીએ લગભગ ૪૦ પુસ્તકો લખ્યાં છે અને કંઇક લેખકોને ઉત્સાહ આપી પ્રોત્સાહીત કર્યા છે.
મતલબ કે શ્રી મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજ એક અનુકરણીય સર્વતે ભદ્ર સાધુ છે. બીજા સાધુઓ મુનિશ્રીના આચરણનું અલ્પાંશે પણ અનુકરણ કરે તો તેઓ જનતાને અને તેમને પોતાને પણ ઉદ્ધાર કરી શકે છે.
અંતમાં પરમકૃપાળુ પરમાત્મા મુનિરાજ શ્રી વિદ્યાવિજય મહારાજને હિન્દુસ્થાનની ધામક ઉન્નતિ માટે લાંબુ તંદુરસ્તીવાળું આયુષ્ય અપે એજ અભ્યર્થના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org