________________
પરિશિષ્ટ ૫
[૪૫
જેતા કર્યા, જેઓના નામ કામથી આખુ કરાચી અને સીંધ વાકેફ થઈ ચુક્યું છે તેવી એક મહાન વ્યક્તિને માટે મારા જેવો તે શું કહી શકે?
મહારાજ સાહેબ વિદ્યાવિજયજી કરાચી પધાર્યા ત્યારે આવકાર આપનારાઓમાં હું પણ એક હતો. એમના ભવ્ય દેખાવની મારા ઉપર તે જ વખતે અસર થઈ હતી અને મેં જોયું કે કરાચીને આંગણે એક મહાન પુરૂષ પધાર્યા છે.
તે પછીનો ઈતિહાસ સૌ જાણે છે. મુનિશ્રી વિદ્યાવિજયજીએ ખરેખર જ વિદ્યા ઉપર જીત મેળવી છે. એમ એમના પ્રરીચયમાં આવેલ દરેકની ખાત્રી થવી જોઈએ. કેઈ પણ સવાલ ઉપરનું મહારાજ સાહેબનું સચોટ વ્યાખ્યાન દરેક ઉપર જાદુ માફક અસર કરતું હતું.
આપણે તો ઈચ્છીએ કે મહારાજ સાહેબ કરાચીમાંજ વસવાટ કરી રહે, પણ એવી સ્થિરતાની ધાર્મિક નજરે મનાઈ હોવાથી આપણને એઓ સાહેબને ન છૂટકે વિદાય દેવી પડી છે.
મહારાજ સાહેબના કરાચીના વસવાટ દરમ્યાન મને જે વિચિત્ર લાગ્યું તે એ હતું કે જન કરતાં જેનેતાએ એ સાહેબની હાજરીનો વધુ લાભ ઉઠાવ્યો હતો અને વધુમાં મહારાજશ્રી એક પારસી ચેલે મેળવી શક્યા હતા.
એ જોઈ-જાણુને હું ખુશી થયો છું કે મહારાજ સાહેબની માંદગી દરમ્યાન એક પારસી ભાઈએ–શ્રી. એદલ ખરાશે ખરા ભાવથી મહારાજ સાહેબની સેવા ચાકરી કરી હતી. મારા જૈન ભાઈઓ માફ કરે તે હું એટલુંએ ઉમેરૂં કે મહારાજ સાહેબની માંદગીના કટોકટીના પ્રસંગે ભાઈ. ખરા તેમની સારવારમાં ખડે પગે ન રહ્યા હેત તો કદાચ આપણે કે ખરાબ પરિણામ જોયું હેત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org