________________
મારી જીવનનૌકા
[૩૯૩
ભેળીભાલી કેટલીક બહેને “મહારાજને નજર લાગી છે' એમજ કહેતી. મારા જેવા વનમાં પડેલા ધોળા વાળવાળા બુઢ્ઢા સાધુને પણ નજર લગાડી શકે એવી પણ કઈ હશે ખરી ? અને કેઈ કહેતું કે “મહારાજને કંઇક વળગાડ લાગુ પડે છે?' પણ મારો આત્મા પ્રતિક્ષણ એમજ કહેતો કે
તને અશાતાદનીયને ઉદય છે, એને તું શાંતિપૂર્વક ભોગવ.” બાહ્ય દષ્ટિએ નિમિત્તભૂત ઔષધ જે કંઈ બની શકે તે કરતા રહેવું.
આ સિવાય બીજા પણ અનેક પ્રકારના અનુભવો થયા કરતા, અને મનમાં ને મનમાં સંસારના વિચિત્ર સ્વભાવે ઉપર એવી બિમારીમાં પણ આનંદની લહેર છૂટતી.
કોઈ ડોકટર ઈજીકશન આપવાનું કહે, ત્યારે કઈ આવીને કહેઈજીકશનએ તો ગજબ કર્યો છે. એક રોગને દબાવે છે, સત્તર રોગને ઉભા કરે છે. કોઈ દેશી વૈદ્ય મેતીની ભસ્મ ખાવાનું કહે, તે કઈ ચંદ્રોદયની વાત કરે. એક ડોકટર હાર્ટ માટે એક જાતની ગોળી આપે, તે બીજા ડોકટર એને બદલીને બીજી લેવાનું કહે. એક ડોકટર અમુક જાતના ઈજીકશનની ભલામણ કરે તે બીજા ડોકટર બીજી જાતનું ઈકશન બતાવે. કોઈ ખીચડી લેવાની ભલામણ કરે છે કે એમાંથી ગેસ ઉત્પન્ન થવાનો ભય બતાવે. કેઈ ખાલી દૂધ વાપરવાનું કહે તો કઈ ખાલી ફળ ઉપર રહેવાનું કહે. કોઈ ખાવાનેજ નિષેધ કરે, તો કોઈ “ખાધા વિના શક્તિ આવશે નહિ, માટે શીરે વિગેરે ખૂબ ખાઓ એમજ કહે. સ્વભાવની વિચિત્રતા અહિંથી ડેતી અટકી. એક ડોકટર બારીઓ ઉઘાડી રાખવાનું કહે, તો બીજા ડોકટર આવતાની સાથે ભડભડ બંધ કરી દે. કે “હે પેથિક દવા લેવાનું કહે, તો કોઈ દેશી વિઘની દવા લેવાનું કહે. કોઇ ચુપચાપ પડયા રહેવાનું કહે તો વળી કઈ આવીને કહે. વાહ, પડયા તે રહેવાતું હશે. ખૂબ હરો ફરે, ગભરાવાની કાંઇ જરુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org