________________
૩યર]
મારી સિંધયાત્રા
પાપ કરતાં નથી ડરતે, પાપના પ્રાયશ્ચિત્તને ભેગવતાં ડરે છે. સજા સીધી રીતે સમભાવપૂર્વક–શાંતિપૂર્વક જે ભોગવી લેવામાં આવે તો તેને સમય પૂરો થતાં શાંતિ મળે છે. સજા ભોગવતી વખતે કેદી તોફાન કરે, કાયદાનો ભંગ કરે, તો તેની સજામાં ઉમેરે થાય છે. આજ દશા બીમારી સમયની છે.
બિમારી જેમ જેમ આગળ વધતી ગઈ, તેમ તેમ મારી આત્મિક દૃષ્ટિએ મને એમ લાગતું હતું, કે હું સાધુઓને, સંઘને, મિત્રને, ભક્તોને કષ્ટના નિમિત્તરૂપ થઇ રહ્યો છું. સેવા કરવા જન્મેલો આ જીવ, બીજાઓની સેવા લેવાને લાચાર બન્યો છે. રાતોરાતનું જાગરણ મારા નિમિત્તે સૌને કરવું પડે છે. આ વસ્તુ મને ઘણુજ ખટકી રહી હતી. પણ લાચાર હતો. વિચિત્ર અનુભવે
આવા પ્રસંગોમાં માણસ બહુ બારીકાઇથી વિચાર કરે તે, મનુષ્ય સ્વભાવની વિચિત્રતાઓનો પણ ખૂબ અનુભવ થાય છે. એક કવિએ કહ્યું છે – वैद्या वदन्ति कफपित्तमरुविकारान्
ज्योतिर्विदो ग्रहगति परिवर्तयन्ति । भूताभिभूतमितिभूतविदो वदन्ति
प्राचीनकर्मबलवन् मुनयो मनन्ति ।
ઠીક. આને પ્રત્યક્ષ અનુભવ મને થઈ રહ્યો હતો. વૈદ્યો કહેતા કે વાયુનો પ્રકોપ છે. ભાઈ ફૂલચંદ તિષી જેવા જ્યારે ને ત્યારે સાડા સાતની પનોતી કે ચે કે બારમો ચંદ્રમાજ બતાવતા. બિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org