________________
૩૭૪]
મારી સિધયાત્રા
૨ સાધુ વાસવાની–સિધના આ પ્રસિદ્ધ સાધુ જગમશહૂર છે. તેમને પરિચય પહેલાં કરાવવામાં આવ્યો છે. અમારી મિત્રતાના અંગે અનેક વખત સાધુજી ઉપાશ્રયે પધારેલા. તા. ૨૭ મી ઓગસ્ટ ૧૯૩૭ ના દિવસે મારા વ્યાખ્યાન પ્રસંગે તેમનું વ્યાખ્યાન ગોઠવવામાં આવેલું. • અંતર્પેટ ખોલો' એ વિષય ઉપર એમણે ઘણું જ આધ્યાત્મિક અને પિતાની લાક્ષણિક શૈલીમાં દિલ પીગળાવનારું વ્યાખ્યાન કર્યું હતું.
જર્મન વિદ્વાન ડે. ફીલહેન્સ સમર–જર્મનીના આ પી. એચ. ડી. ડીગ્રી ધરાવનાર વિદ્વાન તા. ૨૫ મી ઓગસ્ટ ૧૯૩૭ ના દિવસે આવ્યા હતા. આ વિદ્વાન જિજ્ઞાસાવૃત્તિવાળા અને ભલા ગૃહસ્થ છે. તેમણે હિંદુ સંસ્કૃતિને ઘણું સારે અભ્યાસ કર્યો છે. વિદ્વાન હોવા છતાં તેઓ વ્યાપારી લાઈનમાં ઝીપલાએલા છે.
આ વિદ્વાને સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજનું કચ્છીજ યુનીવર્સિટી પ્રેસથી બહાર પડેલું જીવનચરિત્ર' વાંચ્યું હતું. એ ઉપરથી એમના દિલ ઉપર ઘણી જ સારી અસર થઈ હતી. જ્ઞાનચર્ચા દરમિયાન ગીતાના “યોગ” સંબંધી તેમજ જનોના “યોગ' સંબંધી લગભગ દોઢ કલાક ચર્ચા ચાલી હતી. તેમણે મારી સૂચનાથી આબૂનાં મંદિર જોવાને ખાસ નિર્ણય કર્યો હતો. સમય નહિ હોવાના કારણે તેમનું જાહેર વ્યાખ્યાન રાખી શકાયું ન હતું.
૪ બેલજીયન જર્નાલીસ્ટ–તા. ૨૨ મી ઓગસ્ટ ૧૯૩૭ના દિવસે હું મારા આસન પર બેઠો હતા; એવામાં એક યુરોપીયન યુવક મારી પાસે આવી ચઢો. હાથમાં કેમેરે લટકતો હતો અને એક નાનકડી બેગ હતી. નામ પૂછતાં ખબર પડી કે તે એક બેજીયમને પત્રને પ્રતિનિધિ છે. અને તે મારું નામ પૂછતે પૂછતો ત્યાં આવેલો. તેની સાથે બીને પણ એક યુવક હતો; જે તે વખતે પિતાને ઉતારેજ રહેલો. લગભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org