________________
૩૫ર ]
મારી સિંધયાત્રા
અને વક્તાઓ માટેની અનુકૂળતા, રણછોડલાઈન જેવા એક બહુ મોટા કેન્દ્રસ્થાનની વચમાં એની હૈયાતી, તેમજ કરાચીના જન આગેવાની ઉદારતા-એ બધું એવું છે કે જ્યાં ગમે તે ધર્મના અનુયાયીને તે આકર્ષ શકે છે. અને કોઈને પણ આવવામાં સંકેચ જેવું રહેતું નથી. કેઈપણ ધર્મની પરિષદ ભરવી હોય, મેળાવડાઓ કરવા હોય કે જલસાઓ ગોઠવવા હેાય, તે તેઓને માટે પણ આ સ્થાન ઉપયોગમાં આવી શકે છે. એટલે કરાચીમાં પ્રવેશ કર્યા પછી બે દિવસ આરામ લઈને જન ઉપાશ્રયના વ્યાખ્યાન હાલમાં જ એક “ વ્યાખ્યાનમાળા' શરુ કરવામાં આવી. આ
વ્યાખ્યાનમાળાના વિષયોની ગોઠવણ એવી કરવામાં આવી હતી કે કોઈપણ ધર્મને અનુયાયી વિષયની કે પારિભાષિક શબ્દોની જરા પણ મુશ્કેલી વિના તેનો લાભ ઉઠાવી શકે. “આમિક ધર્મ ” “સાધુધર્મ' “ગૃહસ્થધમ ' “ઇશ્વરવાદ” “ગૃહસ્થના સામાન્ય ગુણે ” “ જીવન વિકાસનાં સાધનો' અને તે પછી આગળ વધતાં “જન દૃષ્ટિએ યોગ ', એમ સર્વોપયોગી વિષયો લેવામાં આવ્યા હતા. આ વ્યાખ્યાનમાળા લગભગ ત્રણ મહીના સુધી લાગેટ ચાલી હતી, એટલે ૭૫-૮૦ વ્યાખ્યાનો થયાં હતાં. આ વ્યાખ્યાનની શી અસર થતી હતી, તે બતાવવાનું કામ મારું નથી. છતાં એટલું કહી શકાય કે કરાચીની દરેક કોમની ભકિક અને જિજ્ઞાસાવૃત્તિવાળી પ્રજા ઉલટભેર વ્યાખ્યાનનો લાભ લેવાને આવતી. લગભગ ત્રણ હજાર સુધીની જનસંખ્યા લાભ લેતી. પરિણામે શ્રીસંઘને જેમ બેસવાનું સ્થાન વધારવું પડયું, તેમ “લાઉડ સ્પીકર' ની પણ ગોઠવણ કરવી પડી. શ્રોતાઓની આ ઉક્તામાં હું એમની જિજ્ઞાસાવૃત્તિ જ મુખ્ય કારણભૂત સમજું છું.
જનતાની જિજ્ઞાસાવૃત્તિ વધારવામાં વર્તમાનપત્રાને પ્રયત્ન મુખ્ય કામ કરી રહ્યો હતો. “પારસી સંસાર', “સિંધ સેવક” અને “હિતેચ્છુએ પિતાના રિપેર્ટરે રોકી પોતાના પત્રમાં એ ભાષણને તત્કાળ પ્રકટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org