________________
'મારી સિંધયાત્રા
પિતાની આજીવિકા કમાવા સાથે ગરીબ લોકોની સેવાનો લહાવો પણ લઈ શકે તેમ છે. ડોકટરોથી શહેરની માહિની છુટતી નથી, તેથી શહેરે ડોકટરોથી ઉભરાય છે જયારે ગામડામાં તેમની ખરી જરૂર છે પણ ત્યાં જવા ઇચ્છતા નથી.
“આપણું ભણેલા જુવાનો હોમ્યોપેથિનો ખંતપૂર્વક અભ્યાસ કરી ગામડાએમાં જવાનું પસંદ કરે, તે ગ્રામ્યજનોની સેવા સાથે પોતાની આજીવિકાના સવાલને સહેલાઈથી નીવેડા આણી શકે. એક ડાકટર ૩-૪ ગામડાને સંભાળી શકે છે. આવાં કારણે ધ્યાનમાં લઈને જ આ વિદ્યા શીખવવા આ સંસ્થા ખેલવામાં આવી છે.
આ કાર્ય માટે સ્વતંત્ર મકાન મેળવવા જઈએ તો ખર્ચને આરે ન આવે મુડી બધી મકાનમાં ખર્ચાઈ જાય અને કરવાનું જે ખરું કામ છે, તે રહી જાય. અમને શ્રી હરિભાઈ પ્રાગજી કારિયા હાઇસ્કુલના ટ્રસ્ટીઓની તથા મંત્રીશ્રી એમ. બી. દલાલની મહેરબાની થી આ સ્કુલમાં એક મેટા રૂમ મળે છે. જયાં દરરોજ રાત્રે હેમ્યોપેથિક કલાસ ચાલશે. આવી રીતે શાળાના અધિકારીઓ તથા ટ્રસ્ટીઓએ અમને એક રૂમ વાપરવા આપવાની ઉદારતા બતાવી છેસગવડતા કરી આપી છે તે માટે કમીટી તેમનો જાહેરમાં આભાર માને છે.”
તે પછી મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીએ ટુંકું પરંતુ ભાવવાહી જે પ્રવચન કર્યું હતું, તેને ટુક સાર આ છેઃ મેયર દુર્ગાદાસનું ભાષણ
આપ સૌએ મને આ પ્રસંગ પર આમંત્રીને જે માન આપ્યું છે, તે માટે હુ આપનો આભારી છું, આપ જન ભાઈઓનો મારા પર સદ્ભાવ છે, તેથી આ ક્રિયા આજે મારા હાથે કરાવે છે. મહારાજશ્રી અનેક કઢે અને તકલીફે સહન કરીને આ સ્થળે પધાર્યા છે, અને સુંદર કાર્ય કરી રહ્યા છે.
જમશેદ કવાટરના સદભાગ્ય મુનિ મહારાજ ત્યાં પધાર્યા હતા, તે વખતે અમારા સિંધી ઘણું ભાઈબહેનોએ તેમના વ્યાખ્યાનો ને જ્ઞાનચર્ચાનો લાભ ઉઠાવ્યો હતો. અમે તેમના ઘણુંજ આભારી છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org