________________
ગરીઓને રાહત
[૩ર૭
ગરીબાઈ ઘટતી નથી, બલકે દિવસે દિવસે વધી રહી છે. સહેજે સમજી શકાય છે કે એક વખત હાથ લાંબો કરવા શીખેલો માણસ, પછી તેને ગમે તેવી સ્થિતિમાં માગતાં શરમ નથી આવતી, અને ધીરે ધીરે એ એક જાતને ધધો થઈ જાય છે. સાચાનો મરો
બીજી તરફથી જે ખરેખરા ગરીબ છે અને જેઓ ખાનદાન છે. તેઓ ખાનદાનીને ખ્યાલ કરી, ગમે તેવી કડી સ્થિતિમાં પણ મૃત્યુને ભેટવાનું પસંદ કરીને પણ બીજાની આગળ માંગવાનું પસંદ નહિ કરે. આ બન્ને પરિસ્થિતિઓમાં શું કરવું? અને કેવી રીતે પહોંચી વળવું ? એ બહુ વિચારવા જેવું થાય છે. ઘણા ઠગારાઓના કારણે થોડા સાચા ગરીબ માર્યા જાય છે. સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થિએમાંના ઘણાઓની સ્થિતિ સારી હોવા છતાં, ઑલરશીપ મેળવીને પિતાને અભ્યાસ આગળ વધારે છે. જરૂર પુરતી કેલરશીપ જ નહિ, અનેક સ્થળેથી ખાનગી ઢાલરશીપ મેળવે છે, પૈસા ભેગા કરે છે, અને શહેરના વિકાસમાં એ દ્રવ્યને દુરુપયોગ કરે છે. આવા કિસ્સાઓ જ્યારે પકડાય છે, ત્યારે દાન કરનારાઓનું મગજ કંઈ કામ કરી શકતું નથી. આવાઓના લીધે ઘણુ ગરીબ-સાચા ગરીબ વિદ્યાર્થિઓ બિચારા વંચિત રહી જાય છે. દાન કરનારા તપાસ પણ કેટલી કરે? એટલી રિસદ પણ ક્યાંથી મેળવે ?
[ કહેવાનો મતલબ કે ગરીબેને-સાચા ગરીબોને રાહત પહોંચાડવાને પ્રશ્ન ઘણે વિકટ છે, છતાં જેના હદયમાં, જેના રુંવાડે રૂંવાડે પોતાના નિતિ ભાઈઓના-બહેનના દુઃખ પ્રત્યે હમદર્દી વસેલી છે, અનુકશ્મા છે, સિમ તો કેઈનું દુઃખ જોયું જતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org