________________
સામાજિક પ્રવૃત્તિ
[૩૩૧
-
-
-
વર્ગમાં રસ લેવા લાગ્યા. જેના બન્ને ફિરકા ઉપરાન્ત કેટલાક અજન યુવકે પણ ભાગ લેતા. જુદા જુદા વિષય ઉપર ચર્ચાઓ થતી. તર્ક વિતર્ક થતાં અને તે દ્વારા યુવકને નવું નવું જાણવાનું મળતું. પરંતુ હમેશાં બનતું આવ્યું છે તેમ, થોડાક મહિનાઓ આ કલાસ ચાલ્યો અને ધીરે ધીરે તેમાં શિથિલતા આવી. છતાં જેટલો વખત કામ ચાલ્યું, તેટલા વખતમાં યુવામાં કંઈ ઓર જ જાગૃતિ આવેલી દેખાતી હતી. તે
૩. યુવક કેન્ફરન્સ–ઉપયુક્ત “વકતૃત્વકલાસમાં જ કરાચીના આંગણે “યુવક કોન્ફરન્સ બોલાવવાનો વિચાર પણ ઉદ્ભવ્યો. મતભેદ તે હમેશા હોય છે. છતાં યુવકને મોટે ભાગે આ કોન્ફરન્સને બોલાવવાની તરફેણમાં હતો, પરંતુ પ્રશ્ન એ હતો કે કોઈપણ સ્થાયી સંસ્થા વિના “ યુવક કેન્ફરન્સ” બેલાવે કોણ? એટલે તે ઉપરથી કરાચીમાં “યુવાસંઘ'ની સ્થાપના કરવાનો નિર્ણય થયે.
૪. યુવક સંઘની સ્થાપના–તા. ૫–૨–૩૮ ના દિવસે “યુવક સંઘ'ની સ્થાપના કરવામાં આવી. આ વખતે મને માલૂમ પડયું કે
જન યુવકસંઘ” નામની કઈ સંસ્થા પહેલાં હતી. અને તેણે શરૂમાં ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓમાં બહુ સારે ભાગ લીધેલે, પરંતુ અત્યારે તેની હસ્તી નામ માત્રની કદાચ રહી હશે. એટલે નવ સંધ સમજે કે
જના સંઘ'નો જીર્ણોદ્ધાર સમજે, પણ સ્થાપના જરૂર થઈ. એના ધારાધારણુ બન્યા અને અનેક મતભેદો વચ્ચે કામ શરુ થયું.
મારી આ યુવક પ્રવૃત્તિમાં ધાર્મિક ફિરકાઓ સંબંધી કંઇપણ મતભેદ ન જેવા અર્થાત્ અમુક સ્થાનકવાસી છે કે અમુક મંદિર માગ છે, એ કંઇપણ ભેદ ન હતો. હા, કોઈ કોઈ વખતે ભેદનો ભાસ થતો હતા તો કેવળ “હાલારી ” અને “ઝાલાવાડી” તરીકેનો. દરેક બેઠક લગભગ મારી સામેજ થતી. અને કઈ કઈ પ્રસંગમાં યુવકેમાં જયારે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org