________________
૩૨૬ ]
ઉપાડી લીધી અને સારૂં ફ્ડ કરવાની કાશિશ કરી. સ્મારકના સંબંધમાં અનેક પ્રકારની સૂચનાએ સ્થાનિક પત્રમાં આવવા લાગી. કોઇએ કંઇ સૂચવ્યું, અને કાઇએ કંઇ સૂચવ્યુ.. આખરે શ્રી હિમાંશુવિજયજીની રુચિના વિષયવાળું સ્મારક રાખવુ, એટલે ‘ શ્રી હિમાંશુવિજયજી ગ્રન્થમાળા ’ એ નામની એક ગ્રન્થમાળા શરુ કરવી અને તે ગ્રન્થમાળા ઉજ્જૈનની ‘શ્રી વિજયધમ સૂરિ જૈન ગ્રન્થમાળા'ની પેટા ગ્રન્થમાળા તરીકે જોડવી. જેથી તેના નિમિત્તનું જુદું ખરું ન થાય અને ગ્રન્થમાળા ખરાખર ચાલી શકે.’ એવા નિ ય થયે।. આ સ્મારક કુંડમાં કરાયોના સંધે લાગણી પૂર્વક એ હજાર રુપિયા જેટલી રકમ ભેગી કરી, તેવી રીતે પાડીવ ( મારવાડ ) ના એક ગૃહસ્થ શેઠ તારાચંદ્રજી સાંકલચ દજીએ ૧૧૦૦ રુપિયા આપ્યા. મામ્બાસા ( આફ્રીકા ) વાળા ભાઇ મગનલાલ દાશીએ ૧૦૦૦ આપ્યા. મુંબમાંથી લગભગ ૧૫૦૦-૧૬૦૦ રૂપિયા થયા. તેવીજ રીતે અહમદાવાદ, ઢહગામ, સિરાહી વિગેરે કેટલાક ગામેાના ગૃહસ્થાએ છૂટક છૂટક રકમેા આપી–એમ લગભગ સાતેક હજારનું કુંડ થયું.
મારી સિધયાત્રા
ગ્રન્થમાળાનુ કામ શરુ કરવામાં આવ્યું છે. આ ક્રૂડમાંથી ત્રણ ચાર ગ્રન્થા પ્રકાશિત થઈ ચૂકયા છે. જેમાં શ્રી હિમાંશુવિજયજીના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ લેખાના સંગ્રહ પણ બહાર પાડવામાં આવ્યા છે. આવી રીતે આ સ્મારક ચલાવવામાં આવ્યું છે.
સાક્ષરોની ભ્રમણા
છેલ્લાં કેટલાક વર્ષોથી નવલકથા લખનારા ક્રેટલાક ગુજરાતી સાહિત્યકારા કાલ્પનિક પાત્રા ઉભાં કરી પ્રાચીન જૈનાચાર્યાંને એક યા બીજી રીતે હલકાં ચીતરવાની કાશિશ કરી રહ્યા છે.
ગત વર્ષ માં કરાચી ખાતે થએલા ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ'ના તેરમા અધિવેશન પ્રસંગે ધણા ગુજરાતી સાક્ષરા આવેલા, આ સાક્ષરામાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org