________________
૩૧૬]
મારી સિંધિયાત્રા
દરમિયાન મુંબઈથી મારવાડને એક યુવક પત્રવ્યવહારથી દીક્ષાની ભાવના પ્રકટ કરી રહ્યો હતો. તેના વડીલ ભાઈ અમારા ખૂબ પરિચિત હતા.
સાથે જ સાથે મારી પણ દીક્ષા થઈ જાય તો સારું ' એવા ઇરાદાથી પિતાના ભાઈની કરાચી આવવાની સંમતિ લઈ માર્ગશીર્ષ સુદિ એકમે તે કરાચી પહોંચ્યો. ભાવના પ્રકટ કરી, સંઘને જાહેર કર્યું. તેના ભાઈ ભભૂતમલજી બાફણુને તારથી અને પત્રાથી પૂછવામાં આવ્યું. તેમના પગે તકલીફ હતી, પણ બીજા ભાઈ અને કુટુંબીઓ હતા, એટલે તેમણે દીક્ષાની અનુમતિ આપી. દીક્ષા માટે આવેલો વીસ વર્ષને આ યુવક તે પુખરાજ બાફણુ. ભાઇની સંમતિ ન મળી ત્યાંસુધી સંધ અને અમે ચુપ રહ્યા. ભાઈની અનુમતિ મળતાં સંઘે પુખરાજને પણ વરધોડે ચઢાવ્યો. અને દીક્ષાના ઉમેદવારના માત-પિતા તરીકે લહાવો લેનારા ભાઈ ન્યાલચંદ કુવાડિયા અને એમના કુટુંબીજનોને હર્ષ કઈ ગુણ વધ્યો અને ઉત્સવની શોભા ઔર વધારી.
વરડા અને દીક્ષા ,
- દીક્ષાની ક્રિયાઓ કરાચીના જૈન ઇતિહાસમાં અનેખું સ્થાન ધરાવ્યું છે. દીક્ષાને વરઘોડે કરાચીના સંધની જ નહિ, પરંતુ જન ધર્મની ઉજજવળતાને શોભાવનારે હતે. તમામ કામને સહકાર, સિંધીઓને સહકાર, પારસીભાઈઓને સહકાર–એ બધી આ ક્રિયાની વિશેષતા હતી. નવમીના દિવસે નિકળેલો વરઘોડો કરાચીના ઇતિહાસમાં અદ્વિતીય વરઘોડો હતો. તેનું વર્ણન જેટલું કરીએ તેટલું ઓછું છે. ફિલ્મવાળા ફીમો લેતા, ને ફેટાવાળા ઠેકાણે ઠેકાણે ફેટા લેતા. બીજા દિવસે એટલે માર્ગશીર્ષ સુદિ દશમે કરાચીના પ્રસિદ્ધ બંસગાર્ડનમાં સવારમાંથી જ માનવ–સાગર ઉલટી પડ્યો હતો. દૂર દૂર સુધી મનુષ્યો જ મનુષ્ય દેખાતા હતા. આજે પણ ફિલ્મ લેનારા ફિલ્મ લેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org