________________
દીક્ષા પ્રવૃત્તિ
[૩૧૩
એમ ચાહે છે. જો કે સાધુ થવાને ગ્ય કેણ હેઈ શકે? એને સિદ્ધાંત એમણે નિશ્ચય કરેલ નહિ હોવાથી ઘણે ભાગે “ગ્ય” કે “અગ્ય” બધા યે પ્રસંગોમાં વિરોધ કરવા તૈયાર થાય છે. જ્યારે કેટલાક એવા પણ છે કે
જ્યાં મેટા “ભા બનવાનો પ્રસંગ મળે ત્યાં ગમે તેવી અાગ્ય દીક્ષા હોય તે “યાહુસેન” કરવા મંડી જશે, ને જે જરા કેઇએ માન સન્માન ન આપ્યું, તો ગમે તેવી યોગ્ય દીક્ષામાં પણ વિરોધ કરવા તૈયાર થઈ જશે. મતલબ કે તેમનો કોઈ સિદ્ધાંતજ નહિ. અસ્તુ.
એમાં કઈ શક નથી કે સાધુ થવામાં એક મેટી જવાબદારી વહારવી પડે છે. અને આવી જવાબદારી અયોગ્ય માણસને માથે લાદવામાં આવે તો તેનું બુરું પરિણામ આવે. તેવી જ રીતે દીક્ષા આપનાર ગુરુમાં પણ યેગ્યતાની ઘણી જરૂર છે. અને તેટલાજ માટે શાસ્ત્રકારોએ દીક્ષા આપનાર અને દીક્ષા લેનાર–બંનેમાં કયા કયા ગુણ હોવા જોઈએ, તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. અપવાદ તો હોય જ. યોગ્ય માણસ પણ દીક્ષા લીધા પછી “અમેગ્ય’ નીવડી શકે છે. તેમ જેને “અગ્ય ગણવામાં આવતો હોય, એવો માણસ દીક્ષા લીધા પછી પણ કેઈ શુભ કર્મોદયથી બહુજ પ્રભાવશાળી અને સ્વાર કલ્યાણ કરવાવાળા પણ નીવડી શકે છે. પણ સાધારણ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો વિચાર કરી દીક્ષાઓ થવી યોગ્ય છે. અને આ સંબંધી જેમ સાધુઓએ ચક્કસ સિદ્ધાંત મુકરર કરવાની જરુર છે, તેવી રીતે સમાજના હિતસ્વી યુવકોએ પણ ચક્કસ સિદ્ધાંતવાદી બનવાની જરુર છે, સિદ્ધાંત મુકરર કર્યા વિનાના જેટલા વિરોધ થાય છે, એ બધા ય અનિચ્છનીય છે. અને એજ કારણ છે કે ઘણી વખત જેમ સાધુઓને પસ્તાવું પડે છે, તેમ યુવાને પણ પાછા પડવું પડે છે. પાછળનું પરિણામ ગમે તેવું આવે, પરંતુ બન્ને પક્ષ જે સિદ્ધાંતને અનુસરીને વર્તાવ કરે તો અત્યારે નિરર્થક કોલાહલથી જિનશાસનની જે અપભ્રાજના ઘણું વખત થાય છે, તે ન થવા પામે. દીક્ષા આપવામાં અને લેવામાં જે માત્ર આત્મ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org