________________
ગુરુદેવની જયતીઓ
[ ૩૯
છીએ કે તેવી જયન્તીઓ દ્વારા જૈનધર્મની યશપતાકા જરુર જોરથી ફરકશે.
જન જાતિ ૯ અકબર ૧૯૩૯ બીજી જયંતી
બીજી એટલે સોળમી જયન્તીને કાર્યક્રમ પણ ત્રણ દિવસને ભરચક રખાયો હતો. તેમ અઠાઈ મહેત્સવ પણ હતા. વધુમાં અઠાઈ મહેસવ સાથે વિશેષતા હતી તે “શાંતિસ્નાત્રની. જૈનોની આ મહાન ક્રિયા બહુ ઓછા સ્થળે અને એ છાજ પ્રસંગોમાં થાય છે. આ ક્રિયા કરાવવા માટે વળાદવાળા શેઠ કુલચંદભાઈ ખીમચંદની આગેવાની નીચે એક મંડળી આવી હતી. આ ક્રિયા જેવાને માટે તમામ કામના, ખાસ કરીને સિંધી અને પારસી કોમના ઘણું ભાઈઓ અને બહેને મોટી સંખ્યામાં આવતા હતા.
આ જયન્તીની સભાના પ્રમુખ હતાઃ કરાચીના લોર્ડ મેયર હાતીમ અલવી, ભાઈ જમશેદ મહેતા અને શેઠ શકરાભાઈ લલ્લુભાઈ અમદાવાદવાળા.
વક્તાઓમાં ભાઈ ખુશાલચંદ વસ્તાચંદ, આચાર્ય જમીયતરામ, ભાઈ ખીમચંદ વોરા, કબીર પંથના આચાર્ય સ્વામી બાલકૃષ્ણદાસજી, ભાઈ હીરાલાલ ગણાત્રા, મહુવાબાળાશ્રમના સુપ્રીટેન્ડેન્ટ વિદ્યાભૂષણ ૫. ચુનીલાલ શિવલાલ ગાંધી, અમદાવાદવાળા ભાઈ બી. એફ. શાહ, શેઠ કામલ ચેલારામ, પારસી આગેવાન શ્રી પેશાતન વાણિયા બી. એ. એલ. એલ. બી, સિંધી બહેન પાર્વતી સી. એડવાની બી. એ., ડો. પુરૂષોતમ ત્રિપાઠી એમ. ડી. (હેમી), પ્રસિદ્ધ સાહિત્યકાર ભાઈ નરીમાન ગોળવાળા, અને આર્યસમાજના પ્રસિદ્ધ વિદ્વાન પં. લાકનાથજી વગેરે મુખ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org