________________
ગુરુદેવની જયન્તીઓ
[૭૦૭
પરંતુ નથી હોતી તેમાં કોઈ નૂતન દષ્ટિ, નથી હોતું તેમાં કોઇ ઉચ્ચ ભેચ ? વળી જેની જયંતી ઉજવાતી હોય છે, તે પુરૂષ સમાજમાં બહુ માન્ય નહિ હોવાથી કેવળ તેના પાંચ-પચ્ચીસ અનુયાયીઓ એકત્ર મળે છે, ને એકાદ વ્યાખ્યાન કે એકાદ પૂજા ભણાવી “જયંતી ઉજવ્યાનો” સંતેષ લેવાય છે. આ બધી પરિસ્થિતિનો વિચાર કરતાં કરાચીમાં ઉજવાયેલી શ્રી વિજયધમંસૂરીશ્વરજીની જયંતી અપૂર્વ લાગે છે.
આ જયંતી એકાદ વ્યાખ્યાન કે પૂજામાં જ પર્યાપ્ત થઈ ન હતી. પણ એક મહાન ઉત્સવના રૂપમાં યોજાઈ હતી, અને તેની પાછળ જનધર્મની ગૌરવગાથા કરાચીની સમસ્ત જનતાના કાનમાં મધુર રણકાર કરે, તેવા ઉચ્ચ ઉદેશ હતો. તે માટે બહુ વિચાર પૂર્વક આઠ દિવસના કાર્યક્રમ ગોઠવાયો હતા અને તેમાં અનેક નવીન ત દષ્ટિગોચર થતાં હતાં.”
“તેમાં સૌથી પ્રથમ ધ્યાન ખેંચનારૂં તત્ત્વ તો એ હતું કે કરાચીના ૪૦૦૦ જેને, જેનો ૬૦ ટકા ભાગ સ્થાનકવાસી અને ૪૦ ટકા ભાગ મૂર્તિપૂજક છે. તે બંનેનો એમાં દિલોજાનભર્યો સહકાર હતા અને કેરું સ્થાનકવાસી ને કાણ મૂર્તિપૂજક ? એ પ્રયત્ન કરવા છતાં પણ ઓળખી શકાતું ન હતું. + + +
" કરાચીમાં સામાન્ય રીતે બંને ફિરકા વચ્ચે વર્ષોથી આજ સંબંધ છે, તેમ છતાં પૂજ્ય શ્રી વિદ્યાવિજયજી મહારાજ આવ્યા પછી અને તેમના ઉદાર વિચારોનો સુંદર પ્રચાર થયા પછી આ વસ્તુસ્થિતિ ખૂબ મજબૂત બનવા પામી છે. જે દરેક સંપ્રદાયના આગેવાને આમાંથી બોધ પાઠ લે અને સંકુચિત વિચારોનો ત્યાગ કરે, તે કેવું સુંદર પરિણામ આવે ?
“જયંતી મહોત્સવનું બીજુ નવીન તત્વ તેના પ્રમુખની પસંદગી અને વક્તાઓ સંબંધી હતું. સાધુ વાસવાની, શ્રી જમશેદજી મહેતા ને વર્તમાન મેયર શ્રી દુર્ગાદાસ એડવાની જેવા જુદા જુદા દિવસના સભાપતિઓ બન્યા અને ઉત્સવનાયકને અંજલિ અર્પવા સાથે પિતાના મનનીય વિચાર રજુ કર્યા કે જે મનુષ્યને પોતાના ક્તવ્યનું સચોટ ભાન કરાવનારા હતા. વક્તાએ, કે જે જુદા જુદા ધર્મ અને સંપ્રદાયના હતા, તે બધા ધર્મની ઉદાર દષ્ટિને નજર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org