________________
૨૯૬].
મારી સિંધયાત્રા
અઠાઈ મહેસવ - કરાચીના જનસંઘમાં અઠાઈ મહેત્સવ જેવા એક સાધારણ ગણાતા ઉત્સવને પ્રસંગ પણ કેટલાં યે વર્ષો પછી અમારી સ્થિતિ દરમીયાન સાંપડા, એમ લોકોનું કહેવું થાય છે. ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજની પંદરમી ને સોળમી બને જયંતી પ્રસંગે સારામાં સારી ધૂમધામપૂર્વક અઠાઈ મહેન્સે થયા હતા. પહેલી જયન્તીમાં અઠાઈ મહેસવ શેઠ ભાઈચંદ ભાણજી તરફથી થયો હતો. શેઠ ભાઈચંદભાઈ કરાચી સંઘમાં ઘણુજ સરળ પ્રકૃતિના ને ઉદારવૃત્તિના ગૃહસ્થ છે. તેઓ અને તેમનાં ધર્મપત્ની બંને બહુજ શ્રદ્ધાળુ અને અવસરચિત કાર્યો કરવામાં ઉદાર છે. ન કેવળ અઠાઈ મહોત્સવમાં જ, બલકે અમારી સાધુ મંડળીને માટે જ્યારે જ્યારે જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિને કાર્યો આવી પડયાં, ત્યારે ત્યારે તેમણે ઉત્સાહપૂર્વક લાભ લીધો છે.
શેઠ ભાઈચંદભાઈની સાથે, તેમના મિત્રો–શેઠ મોહનલાલ કાળીદાસ શાપુરવાળા, શેઠ મુલજીભાઈ જીવરાજ માંગરોળવાળા અને શેઠ મગનલાલ ધર્મશી માંગરોળવાળા-આ ચારે મિત્રોની જોડી એવી છે કે જ્યારે જ્યારે દેવ, ગુરુ, ધર્મની ભક્તિનું કાર્ય આવી પડે છે, ત્યારે ત્યારે સમાચિત્ત અને નિરાડંબરતા પૂર્વક યથાશક્તિ ઉદારતા કરવામાં પાછી પાની નથી કરતા. બીમારીના કારણે ત્રીજુ ચોમાસુ રહેવાનું થતાં આ ચારે મિત્રાએ જે લાભ ઉઠાવ્યો છે, એ વધારે પ્રશંસનીય છે, અને એમની ખરી ગુરુભકિતનું સૂચન કરે છે. શાન્તિસ્નાત્ર
બીજી જયન્તી પ્રસંગે જે ઉત્સવ કરવામાં આવ્યો હતો, તે સમસ્તસંઘ તરફનો હતો. આ ઉત્સવ વખતે શાન્તિસ્નાત્રની જનધર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org