________________
ધાર્મિક પ્રવૃત્તિ
[ ૨૯૫
બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે તેમણે પોતાની શક્તિ પ્રમાણે સારી રકમ જુદા જુદા ધર્મકાર્યોમાં ખર્ચવાની પણ જાહેર કરી હતી. - તે પછી તે સં. ૧૯૯૪ ના માગશર સુદિ ૧૦ ના દિવસે મોટી ધૂમધામપૂર્વક થએલા દીક્ષા ઉત્સવ પ્રસંગે ઘણું ગૃહસ્થોએ સજોડે બ્રહ્મચર્યવ્રતની તેમજ ઘણાઓએ બાર વ્રતવિગેરે વ્રત અંગીકાર કર્યા હતાં.
આમ જેમ જેમ ઉપદેશ મળતો ગયે, તેમ તેમ શ્રાવકધર્મ તરફ ભાઈએ બહેનની અભિરૂચિ સારી વધી છે.
તપસ્યા
આવી જ રીતે અમારી સ્થિતિ દરમિયાન ચૌદપૂર્વની તપસ્યા, અઠ્ઠાઈઓ, પંદર સોળ ઉપવાસ-એમ જુદી જુદી તપસ્યાઓ પણ સારી થઈ, એટલું જ નહિ પરતું આવી તપસ્યાઓ પ્રસંગે ગુજરાત-કાઠિયાવાડની માફક રાત્રિ જાગરણ અને બીજી ધૂમધામો પણ યથાશક્તિ યથાસમય સારી થવા પામી.
આવી ધર્મક્રિયાઓમાં પણ, અહિંના લોકોમાં એક કુરિવાજ પસી ગયો છે, એ ખરેખર દુઃખતી છે. તે કુરિવાજ છે રાત્રિ જાગરણ વખતે ચાપાણી ને નાસ્તા ઉડાવવા. તપસ્યાના નિમિત્ત કે પજુસણના દિવસોમાં– ગમે ત્યારે ગમે તે નિમિત્તે કોઈને ત્યાં રાત્રિ જાગરણ હોય, ત્યારે રાત્રિ જાગરણમાં જનારા લોકોને તે ગૃહસ્થે નાસ્તા પાણું કરાવવા જોઈએ. કોઈ પણ જેને સ્વાભાવિક રીતે જ રાત્રે કંઈ ખાવું ન જોઈએ. જ્યારે પ્રભુની ભક્તિ કરવાને ભેગા થવા પ્રસંગે આખી રાત નાસ્તા ઉડાવવા, એ કેટલું બધું અપ્રશસ્ય-સિંઘ કામ છે, એ સમજવા જેવું છે. આ સંબંધી ઘણો ઘણે ઉપદેશ આપવામાં આવે છે. એટલે તે કુપ્રથા કેટલેક અંશે બંધ પડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org