________________
૨૬૦]
મારી સિંધિયાત્રા
-
-
-
-
સારા સાક્ષરની ગણત્રીમાં છે, વિદ્વાન છે, તે આ પરિષદૂને તેમની હાજરીનો લાભ મળે એ ઇચછવા જોગ છે. આવા વિદ્વાન પ્રભાવશાળી અને કર્તવ્યપરાયણ મુનિએ ફરીથી સિંધમાં આવવા મુશ્કેલ છે. માટે જે આ તકને ગુમાવવામાં આવશે તે જે મહાન ઉદેશ મહારાજશ્રીને અત્રે લાવવામાં રાખવામાં આવ્યા છે, તે સિદ્ધ નહિ થાય. અમને વિશ્વાસ છે કે મહારાજશ્રીને હજુ વધારે વખત રોકવામાં આવશે તે સિંધની ભેળી અને શ્રદ્ધાળુ જનતા પર તેઓ જરૂર પિતાનો પ્રભાવ પાડી શકશે.
આશા છે અમારા આટલા ઇસારાનું શુભ પરિણામ આવશે.”
-
પારસીસંસાર તા. ૩૦ ઓકટોબર ૧૯૩૭
વિદ્વાન અધિપતિ સાહેબે, અમારી થોડા સમયની તુચ્છ સેવાઓની જે કદર કરી, એ એમની ગુણગ્રાહકતા માટે અમારે આભાર ભાન રહ્યો.
આ પછી શેઠ છોટાલાલ ખેતશીના પ્રમુખપણું નીચે સંધની જનરલ સભાએ ઠરાવ કરીને પણ બીજા ચતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરી. એ પ્રમાણે લાભનું કારણ જોઇ, જનેતાની, પત્રકારની અને જનસંઘની વિનતિને માન આપી, અમે કરાચીમાં વધુ સ્થિરતા કરી.
જે કે મારા માનનીય બંધુ શ્રી જયન્તવિજયજીની રસ્તીભર ઈચ્છા રેકાવાની નહિ છતાં, તેઓ પણ મારા ઉપરના પ્રેમના કારણે રોકાયા અને મુનિરાજશ્રી નિપુણવિજયજીને પિતાના ગુરુશ્રીની સેવામાં જલદી પહોંચવાનું હોવાથી તેમણે કચ્છ તરફ વિહાર કર્યો. અકસ્માત નિવૃત્તિ
ભવિષ્યના ઉદરમાં શું ભર્યું છે, એની કોઈને ખબર નથી. સંસારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org