________________
કરાચીમાં પ્રવૃત્તિ
[૫૯
પિતાના સમજી તપસ્વીજીની બે શાકસભામાં પ્રમુખસ્થાન સ્વીકારીને તેમનું
સ્મારક રાખવા જોરશોરથી અપીલ કરી પોતાની વિશાળ દૃષ્ટિ અને બધા ઉપરના પેતાના સમભાવને પરિચય કરાવી આપે હતે. (૫) પારસી ભાઈબહેનનાં બે નિમંત્રણને માન આપી તેમની વચમાં વ્યાખ્યાન આપી સારી છાપ પાડી છે. (૬) જૈનસંધના નાના તથા મેટા શ્રીમંત અને સાધારણુ બધાને એકબીજાની નજીક લાવવા પ્રયત્ન કર્યો છે, અને એ કારણેજ એક સારામાં સારૂં ફંડ એકઠું કરવાને તેઓ શક્તિમાન થયા હતા. (૭) ગરીબની દાદ સાંભળી, યથાર્થ તપાસ કરી તેમને જરૂરી મદદ અપાવવાને મહારાજશ્રીએ પ્રયત્ન કર્યો છે. (૮) નવરાત્રીના દિવસોમાં પશુવધ અટકાવવાને જીવદયા મંડળીને પ્રેરણા કરીને જ નહિ, પણ પિતે આગેવાની લઈ ભૂખ તરસનો કંઈ પણું ખ્યાલ કર્યા વિના જે પરિશ્રમ લીધો છે, તે ભૂલી શકાય તેમ નથી. તેમના ઉપદેશથી તથા તેમણે ઉભી કરેલ જનાથી જે લાભ થયે છે તે પ્રત્યક્ષ છે. આ ઉપરાન્ત કે જેમાં જઈને વિદ્યાર્થિઓ સમક્ષ ઉપદેશ આપી મહારાજશ્રીએ તેઓને સ્વક્તવ્યનું ભાન કરાવ્યું છે. (૧૦) નવજુવાનોની શક્તિ ખીલવવા એક “વકતૃત્વ કલાસ તેમની આગેવાની નીચે ચાલી રહ્યો છે. અને હમણાં દીવાળીના નિમિત્ત ફડાતા ફટાકડા અટકાવવા મહારાજશ્રી નિશાળમાં ફરીને બાળકો તથા બાળાએને જે ઉપદેશ આપી રહ્યા છે, તેનુ ઘણુ સારું પરિણામ જોઈ શકાય છે.
“હમણાંજ દીવાળીના દિવસે પછી તત્કાળ થનારી સિંધ હિંદુ સર્વ ધમ પરિષદના પ્રમુખ તરીકેની તેમની ચુટણ થઈ છે એ પણ તેમની વિદ્વત્તા ઉદારતા તેમજ સર્વધર્મના અનુયાયીઓના મેળનું સૂચક છે.
છેલ્લાં પાલકદીના હેલની સભામાં ભાઈ જમશેદ મહેતાએ મુનિ મહારાજની સમક્ષ સિંધ “ જીવદયા મંડળી ”ના કાર્યકર્તાઓ સાથે સિંધના ગામડે ગામડે “જીવદયાનો પ્રચાર કેમ થઈ શકે તે સંબંધી જે યોજના મૂકી છે અને તેમાં ભાઈ જમશેદ મહેતાએ પિતે પિતાનો સહકાર આપવાની જે ઉદારતા બતાવી છે, તે યોજના અમલમાં મૂકાય તેપણું ઘણું સરસ કામ થઈ શકે એમ છે. + + +
“હવે તે ગુજરાતી સાહિત્ય પરિષદુ” પણ થવાની છે. આ પ્રસંગે ઘણું વિદ્વાનો કરાચીના આંગણે આવશે. મહારાજશ્રી પણ ગુજરાતી સાહિત્યના એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org