________________
કરાચીમાં પ્રવૃત્તિ
[ ૨૫૫
સ્પર્શને પણ વિજય ગણતા હોવાથી અને શાસ્ત્ર અને ક્રિયાના જાણકાર રહેતા હેવાથી તેનું વર્ચસ્વ મેટું રહે તેમાં નવાઈ જેવું પણ કંઈ નથી !
- જુના કાળમાં આવા સાધુઓ જે શહેર કે ગામમાં ટૂંક સમય પણ સ્થિરતા કરતાત્યાં તે સ્થળનું અહેભાગ્ય મનાતું અને જે સ્થળે ચતુર્માસના ચાર માસ ગાળતા, ત્યાં તે ચાર મહિના કોઈ ધર્મોત્સવ મંડાયો ન હોય, તેવી ધમાલ મચી રહેતી. ગામે ગામના લોક ઉતરી પડતા. જેન કે જનતર બધા ય એમની પાસે શાસ્ત્રચર્ચા કરવા ચાલ્યા આવતા એવી એમની વિદ્વત્તાની છાપ હતી !
વખત પલટાયા. જેન સાધુઓની દ્રષ્ટિસમીપે લોકજાગૃતિનું કાર્ય મહત્ત્વ વિનાનું બન્યું. પ્રવાસની મુશ્કેલીઓથી હાર્યા, વિહાર ટૂંક કર્યો. એકજ સ્થળે અમુકજ મર્યાદિત પ્રદેશમાં વસવાટ વધ્યા. પરિણામે તે સ્થળે અને પ્રદેશના લોકો પરથી સાધુઓનો પ્રભાવ ઉડતો ગયો. જે સ્થળે તેઓ ન વિચર્યા, ત્યાંના લોકો સાધુઓના પ્રભાવથી તદન અપરિચિત રહ્યા. બન્ને રીતે પરિણામ વિપરીત આવ્યું.
આમ છતાંય ખુશી થવા જેવી વાત છે કે જન સમાજના ગયાગાંઠયા નવી રોશનીમાં માનનારા કેટલાક સાધુઓએ, જુના કાળના એ સાધુઓએ સ્વીકારેલું લોકજાગૃતિ અને ધર્મ પ્રચારનું કાર્ય યથાશક્ય રીતે ચાલૂ રાખ્યું છે. દૃષ્ટાંત તરીકે કરચીની વર્તમાન પરિસ્થિતિ પૂરાવા તરીકે બેધડક ૨જુ કરી શકાય તેમ છે.
જન સમાજમાં સુપ્રસિદ્ધ વક્તા, લેખક અને વિચારક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી અને શાંતમૂતિ મુનિરાજશ્રી જયન્તવિજયજી આદિએ સિંધમાં પ્રવેશ કર્યો, ત્યારથી જ ત્યાંના જેમાં તે ઉત્સાહ વ્યાપે, એ સ્વભાવિક હતું; પણ માંસાહારી વર્ગ પર પણ તેમનું આકર્ષણ થયું છે ને ઉક્ત મુનિરાજોનાં વિશાળ દૃષ્ટિનાં વ્યાખ્યાનેથી ધર્મ અંગેની તેમની અહિંસા દષ્ટિ કઈક સ્પષ્ટ થતી જેવાઈ છે.
આ તો વાત થઈ સિંધના પ્રવેશની, પણ સિંધના મુખ્ય નગર કરાચીમાં પ્રવેશ કર્યા પછી અત્યાર સુધીનું વાતાવરણ જેનારને અજાયબી થયા વિના નજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org