________________
૨૫૪]
મારી સિંધયાત્રા
ભાઈ ઠાકરસી કોઠારીએ આ સંબંધમાં જે મહેનત લીધી છે, એ કદી પણ ભૂલાય તેમ નથી. અમારી તુચ્છ સેવાઓ તેમણે જગતની આગળ ધરી હતી અને તેજ કારણ હતું કે બહારના કેટલાં યે પાએ પણ અમારી સેવાની જોઈએ તેથી વધારે કદર કરી છે. “મુંબઈ સમાચાર' જેવા પ્રસિદ્ધ પત્રે “ક્ષમાપના” નામના પિતાના અગ્રલેખમાં અમારી સેવાની આ શબ્દોમાં કદર કરી હતી:--
જૈનમુનિ મહારાજે પણ ધર્મના સિદ્ધાંત ફેલાવવા ઉપરાંત લોકોને રાષ્ટ્રપ્રેમી અને સમાજસેવક બનાવવા માટે શું કરી શકે તેમ છે, તે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી અને મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજીએ પ્રત્યક્ષ દ્રષ્ટાન્તથી બતાવી આપ્યું છે. શ્રી વિદ્યાવિજયજીએ કરાચીના બેકાર જનોને ઠેકાણે પાડવાની યોજના તૈયાર કરાવી છે અને જૈનેતરાને પણ સમાજસેવા અને રાષ્ટ્રસેવાનો એવો બોધ આપે છે કે ત્યાંની જૈન તેમજ જૈનેતર પ્રજાએ તેમના ઉપર મુગ્ધ બની તેમનું સમારક જાળવવાની ચળવળ ઉપાડી લીધી છે. બીજા જૈનાચાર્યો પિતાની પ્રતિમા તૈયાર કરાવવામાં, જેનોને અંદર અંદર લડાવી મારવામાં અને “શાસન પ્રેમી” અને “શાસનદ્રોહી” એવા ભાગ પાડવામાં ધર્મની સેવા અને વિજય માને છે, ત્યારે શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી વિદ્યાવિજયજી અને શ્રી વિજયેન્દ્રસુરિ જેવા ધર્મગુરુના બધે જૈન ધર્મને વધુ જવલંત બનાવ્યા છે. ”
મુંબઈ સમાચાર તા. ૩૦-૯-૩૮ આવી જ રીતે અમદાવાદથી નીકળતા જનાતિ પત્રના અધિપતિ ભાઈ ધીરજલાલ ટોકરશી શાહે પણ પોતાના એક અગ્રલેખમાં જે શબ્દોમાં અમારી સેવાની કદર કરી હતી, તે શબ્દો આ છે – - લોકજાગૃતિ અને ધર્મપ્રચાર માટે જનસાધુઓનું વર્ચસ્વ બહુ મેટું
સ્વીકારવામાં આવ્યું છે. તેઓ પોતાના આચાર મુજબ પગે ચાલીને પ્રવાસ કસ્તા હોવાથી ભાજન અને શયન માટે બહુજ સાદાઈથી રહેતા હોવાથી, પૈસાના
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org