________________
ર૪૬]
મારી સિંધયાત્રા
]
1
સાધુ શું કરે?
આજને સાધુ આવાં કાર્યો કરે, કરાવે કે કેમ ? એ સંબંધી વિચારકામાં બે મત છે. કેટલાકે કહે છે કે “ પ્રવૃત્તિમાર્ગમાં પડનારા સાધુનું પતન થાય છે. એમણે કેઈ અગોચર સ્થાનમાં રહેવું જોઈએ, આત્મચિંતવન કરવું જોઈએ અને તેમ કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. બીજે પક્ષ કહે છે કે “સાધુ એક જવાબદાર વ્યક્તિ છે; દુનિયાના ગુરુ તરીકે તેણે જવાબદારી હેરેલી છે, એટલે જગતના કલ્યાણને માટે જે જે ઉપયુક્ત કાર્યો દેખાતાં હોય, તે તે કાર્યો તેણે પોતાના સંયમમાં રહીને કરવાં જોઈએ. જે નથી કરતો તો તે દુનિયાને માટે ભારભૂત છે. મફતના રોટલા ખાઈ બગાડે છે.' આમ સ સારનાં મનુષ્યમાં બે મત દેખાય છે. પણ એ મતભેદને જાહેર કરનારા લોકે,
શક્તિ” સંબંધી વિચાર કરવાથી દૂર રહે છે. સંસારમાં એકસરખા સાધુ કે એકસરખા ગૃહસ્થ નથી હોતા, એકસરખા જ્ઞાની કે એકસરખા અજ્ઞાની નથી હોતા. સૌની શક્તિઓ ભિન્ન ભિન્ન હોય છે. અને જેનામાં જે શક્તિ હોય તે શક્તિને સદુપયોગ તેણે કરવો જોઈએ અને જનતાએ તે શક્તિને લાભ લેવો જોઈએ; બલકે શક્તિ પોતાનું કામ કર્યા વગર રહેતી પણ નથી. હા, પ્રવૃત્તિમાર્ગમાં પડતાં મૂળ ધર્મથી પતન ન થાય, એ ખાસ કરીને સંભાળવાનું છે. રંગી દુનિયા
બાકી લોકમાન્યતા તરફ જે ધ્યાન રાખવામાં આવે, તે મને લાગે છે કે કોઈ કામ જ ન થઈ શકે. દુનિયાને કણ જીતી શકયું છે? સંસારનાં પ્રલેભનેને લાત મારીને નિકળનાર સાધુની પ્રશંસા કરનાર યે નીકળશે અને નિંદા કરનાર યે નીકળશે. ગમે તે કાર્ય કરે; ભિન્ન ભિન્ન રુચિ રાખનારા માણસે કેઈપણ કાર્યને ભિન્ન ભિન્ન દૃષ્ટિએ જોશે, એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org