________________
૨૪૦]
મારી સિંધયાત્રા
-
-
-
-
- -
ઉપાડી લે, તો ઘણું જ સુંદર કામ થઈ શકે. સિંધમાં તે એની ખાસ જરુર જ છે. આશા છે કે મંડળીના કાર્યવાહકે ડો. ન્યાલચંદ દેસી, સેક્રેટરી ઠાકરસીભાઈ, સુરચંદભાઈ, ભાઈ માણેકલાલ, ભાઈ વાડીલાલ અને બીજા ભાઈઓ હવે આ મંડળીનું કાર્ય વધારે સારા પ્રમાણમાં ઉપાડે અને સિંધમાં ખૂબ પ્રચાર કરે. કામ થશે તો પૈસાને તેટો નથી.
બીજી સંસ્થા “જીવદયા પ્રચારક મંડળ” તે પણ સમય અને સાધનના પ્રમાણમાં કુતરાંઓના રક્ષણનું કાર્ય સારું કરી રહી છે. માસ્તર મઘાલાલ આ સંસ્થાનું મુખ્ય સંચાલન કરે છે. કરાચીમાં મ્યુનિસિપાલીટી તરફથી કૂતરાંઓ પકડાવીને મારી નાખવામાં આવે છે. આ સંસ્થા તરફથી ઠેકાણે ઠેકાણે કૂતરાંઓને પટ્ટા બાંધવામાં આવે છે કે જેથી કૂતરાંઓને પકડનારા પકડી ન શકે. કાર્યવાહકોને વિચાર છે કે કોઈ સારી જગ્યા લઇ કૂતરાંઓને ત્યાં રાખવામાં આવે. આ સિવાય અમુક અમુક સમયે કૂતરાં નહિ મારવા માટે લાગવગ પહોંચાડીને અને પત્રવ્યવહાર કરીને કોશિશ પણ કરવામાં આવે છે.
બને સંસ્થાઓ જીવદયાના ઉદ્દેશથી જ સ્થાપન થએલી છે. દરેક સ્થળે કામ કરનારાઓને બહુ અભાવ હોય છે અને તેથી એકજ ઉદેશની આ બન્ને સંસ્થાઓ જે ભેગી કરી દેવામાં આવે તે તે વધારે લાભદાયક છે. હેપેથીક કેલેજ
આખાયે દેશમાં બેકારીની એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જે વખતે એક યા બીજી જાતનાં સાધનો બેકાર યુવકેને ઉભાં કરી આપવાની જરૂર છે. કેટલાક વિચાર પછી એમ જણાવ્યું કે હમણાં હમણાં રોગને માટે હેપેપેથિક દવાઓને પ્રચાર બહુ થઈ રહ્યો છે. થોડા ખર્ચમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org