________________
૨૩૬]
મારી સિંધયાત્રા
પહોંચાડવાં, ગરીબ જન વિદ્યાર્થિઓને માટે સ્કૂલનાં પુસ્તકે અને સ્કોલરશીપને પ્રબંધ કરવો, તેમજ હુનરઉદ્યોગે ઉભા કરી બની શકે તેટલાં અંશે નિરાધારોને સહાયક થવું-એ ઉદ્દેશથી આ સંસ્થા લગભગ પચીસ વર્ષથી ચાલી રહી છે. આ સંસ્થા પાસે ખાસ કેઇ મોટું ભંડોળ નથી. સાધારણ રીતે મેમ્બરોની આવક અને દીવાળી જેવા પ્રસંગે બાણીની આવક ઉપર આ સંસ્થા ચાલી રહી છે. કાર્યકર્તાઓ મહેનત કરીને જે ભેગું કરે છે, તેટલું ખર્ચ પણ કરે છે. સંસ્થા સાધનના પ્રમાણમાં સ્કોલરશીપ, પુસ્તકે, અનાજ, દવા, ગાડીભાડું વિગેરે ઉદેશે પ્રમાણે ગરીબોની સેવા સારી કરે છે. ખરેખર સાચી માનવસેવા કરનારી આ એક સંસ્થા છે. આવી સંસ્થામાં સંસ્થાના ઉદ્દેશને બર લાવવાને બધે યે આધાર તેના સંચાલકે ઉપર છે. જેઓના રૂંવાડે રૂંવાડે સેવાભાવ ભર્યો હોય, એવાજ મહાનુભાવો આવી સંસ્થાના સંચાલકે હાઈ શકે. બહુ ખુશી થવા જેવું છે કે આ સંસ્થાના વર્તમાન સેક્રેટરી ભાઈ પોપટલાલ પ્રાણજીવનદાસ શાંત પ્રકૃતિના, ગંભિર અને ખરેખર સેવાભાવી છે, એ મારે નિખાલસ ભાવે કહેવું જોઈએ. પોતે વ્યવસાયી હેવા છતાં જ્યારે જ્યારે તેમને કોઇપણ દુઃખીયાની ખબર મળે છે, ત્યારે ત્યારે તેઓ પોતે પહોંચી જાય છે, અને બધી તપાસ કરી જોઇતી સહાયતા પહોંચાડે છે. દરેક હાલાઈ કે ઝાલાવાડી, દરેક મંદિરમાગી સ્થાનકવાસી આ સંસ્થાને વધારે ને વધારે મજબૂત બનાવવા કોશિશ કરે.
જેન વ્યાયામશાળા
રણછોડલાઇનમાં વોરાપીર પાસે જનેના લતામાંજ આ એક વ્યાયામશાળા ચાલી રહી છે. છેલ્લા બે વર્ષમાં ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજની જયન્તી પ્રસંગે આ વ્યાયામશાળા તરફથી જે કંઇ પ્રયોગ કરી બતાવવામાં આવ્યા હતા તે સિવાય આ સંસ્થા સંબધી મને કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org