________________
સ્થાનકવાસી સંઘ
[ ૨૩
સંઘના પ્રમુખ શેઠ છોટાલાલ ખેતસી, કે જેઓ સ્થાનકવાસી સંપ્રદાયના નથી, તેમજ એમની બાહોશી અને એમની તટસ્થવૃત્તિ માટે કરાચીની બધી કામને માન છે, તેઓનો સાથ લઈ કોશિશ કરવામાં આવી; પરંતુ આ પ્રયત્નમાં પણ સફળતા મળી નથી.
એટલે હજી સમાધાનના માટે, જૈન ધર્મના નિયમ પ્રમાણે પાંચ કારણેનો સમન્વય નહિ થયો હેય, એ સિવાય બીજું શું કહી શકાય ?
મનુષ્ય-સ્વભાવ,
સંસારમાં બનતા આવા પ્રસંગેનો જ્યારે બહુ ઉડે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આવી બાબતમાં કે બીજી દરેક બાબતમાં મનુષ્ય સ્વભાવની વિચિત્રતા કામ કરી રહેલી હોય છે. સમાજનો મોટો ભાગ બહુ સરળ, સજજન અને શાંતિપ્રિય હોય છે; પરંતુ દરેક સમાજમાં કોઈ કાઈ વ્યક્તિ એવી હોય છે કે જેઓ કંઈ ને કંઈ બખેડા કરવામાં જ ખુશી હોય છે. અને તેવાઓના લીધે આખી સમાજને સંડોવાવું પડે છે, તેમ બદનામ થવું પડે છે. મારું અનુમાન જે ખોટું ન હોય તો મને તો લાગે છે કે સ્થાનકવાસી ભાઈઓના આ કુસંપમાં પણ આવી જ કોઈ વ્યક્તિઓનો દોરીસંચાર કદાચ કામ કરી રહ્યા હશે. પરતુ એના લીધે આવો એક શાણ સંઘ નિંદાય અને ધર્મની પ્રવૃત્તિથી વંચિત રહે એ ખરેખર દુઃખનો વિષય કહેવાય.
બીજું કારણ એકબીજા પ્રત્યેને ભય અને અવિશ્વાસનું પણ હોઈ શકે છે. ઘણી વખત માણસને ચક્કસ માણસ પ્રત્યે અવિશ્વાસ બેસી જાય છે. અને તેમાંથી ભય ઉત્પન્ન થાય છે. ફલાણે માણસ સીધું ઉતરવા દેજ નહિં, અથવા ફલાણો માણસ અમને ફસાવશે, આવી લાગણીઓ ઉત્પન્ન થાય છે. એટલે સમાધાનની ભાવના હોવા છતાં પણ અવિશ્વાસ અને ભયથી તેનાથી દૂર રહેવાનું લોકો કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org