________________
૨૧૮ ]
મારી સિધયાત્રા
પછી તો મધ્યરાત્રિ થઈ તિમિર વધુ ને વધુ ઘેરું બન્યું.
ધર્મ-કમ દુકાને મૂકાયાં. સત્ય અને અહિંસાના અથ અવળા જાયા.
અલબત્ત ! રાત્રિના આ ભીષણું તાંડવામાં કંઈક તારલાઓ ચમકીને ચાલ્યા ગયા, પણું મા? રાત્રિ યે કયાં અમરત્વ લઈને આવી છે ?
પરોઢને સમય થયોચંદ્ર નહિં, સૂર્ય પણ નહિં, આંધળી બની ગયેલી જગતની આંખને આજે તેજ જોઈતાં હતાં. સુપ્ત થઈ ગયેલા આભાસેને જગાડનાર, ઢાળનાર કઈ વીરાની જરૂર હતી.
- એના પુન્ય–પ્રતાપે એ વીર એને મા,
તે મહાપુરૂષે લોકોને જાગ્રત કર્યા. જગત એ વીર પુરૂષનાં દર્શન કર્યા. જો કે તેનામાંથી ચૌવન ઓસરી ગયું છે
તો પણ જવાનને શરમાવે તેવી એનામાં અમર યૌવનની તેજસ્વિતા છે, ચમકાર છે.
મહાન પયગંબરને પણ જગત પિતાના નિયમ પ્રમાણે શંકાશીલ દષ્ટિએ જુએ છે. પરંતુ જેને અહેનિશ ક્તવ્યમાં જ મગ્ન રહેવું હોય
તેને જગતના માન અપમાનની શી પરવા ? જગત બારીક નિરીક્ષણ કરે–-વિચારે. કારણું–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org