________________
૨૧૬]
મારી સિંધયાત્રા
શ્રદ્ધાળુ અને ધર્મ અને ધર્મગુરુ પ્રત્યે અત્યંત ભક્તિભાવ ધરાવે છે, પરંતુ ધર્મના શુદ્ધ અને વાસ્તવિક સ્વરૂપથી અજ્ઞાનપણું સર્વત્ર વિદ્યમાન છે અને એથી શાસ્ત્રીય રીતે અનેક યોજના ગ્રહણ કરી સમસ્ત સિંધમાં જીવદયાના પ્રચારકાર્યની પરમાવશ્યકતા છે.
“આદર્શ ભાવદયાથી પ્રેરાઈ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તથા પુરાતત્ત્વવત્તા-શાંતમૂતિ પ્રભાવશાળી શ્રી જયંતવિજયજી મહારાજ તથા સાધુરાજ શ્રી વિશાલવિજયજી આદિ ઠા. પાંચ અત્રે પધાર્યા છે.
જગત કલ્યાણની આદશ ભાવનાથી પ્રેરાઈ Live and let live [છો અને જીવવા દ્યો ] એ સર્વમાન્ય સિદ્ધાંતના વિસ્તૃત પ્રચારાર્થે સિંધમાં જીવદયાના બહોળા પ્રચાર અર્થે આવા મહાન મુનિવરે કરાચીના આંગણે પધાર્યા છે. એવા ઉન્નતિક્રમના ઉદયકાળ સમયે સર્વ જીવદયાપ્રેમીઓએ આ સર્વમાન્ય સિદ્ધાંતના વિસ્તૃત પ્રચારાર્થે એકત્રિત થઈ સિંધમાં જીવદયાનો બહોળો પ્રચાર કરવા માટે કટિબદ્ધ થવું ઘટે.
જૈન
તિ ” તા. ર૬ જૂન ૧૯૩૭.
આવી જ રીતે સ્થાનકવાસી સંધના એક આગેવાન કચ્છી ગૃહસ્થ શેઠ લાલચંદ પાનાચ દે પણ પિતાની ભક્તિ અને પ્રેમ જે શબ્દોમાં વ્યક્ત કર્યા છે, તે તેમના શબ્દો આ છેઃ
પરમ પવિત્ર પુણ્યભૂમિ મા ભારતી સુજાવતી અટલ યોદ્ધાઓ,
યુદ્ધવીરાંગનાઓ, શિવાજી પ્રતા૫ અને પૃથ્વીરાજ, ઝાંસીની વીર રમણું લક્ષ્મીબાઈ, ગાગ, મૈત્રી, સુલસા ને સતી સીતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org