________________
જેનેનું સ્થાન
[ ૨૦૭
ન્યાલચંદ કુવાડિયા, જટાશંકર પટલાલ, મણિલાલ ગુલાબચંદ, મણિલાલ વાઘજી, મણિલાલ બાવીસી, ઠાકરસીભાઈ કોઠારી, પાનાચંદ ટોળીયા, ખેતશી શાહ, ચતુર્ભુજ વેલશી, સુરચંદ ખુશાલચંદ, વાડીલાલ છગનલાલ ગાંધી, કુલચંદ દલાલ (જ્યોતિષી), શેઠ ખંગારભાઈ, માસ્તર મઘાલાલ, જગજીવનદાસ કોઠારી અને ભાઈ હંસરાજ તેજપાલ વિગેરે અનેક ભાઈઓ છે કે, જેઓ, જેમ તન, મનથી દરેક કાર્યમાં પોતાની સેવા આપે છે તેમ, પિતાની શક્તિ પ્રમાણે ધનથી પણ લાભ ઉઠાવે છે. બહેનની પ્રવૃત્તિ
કરાચીની બહેનેમાં, જેમ બધે દેખાય છે તેમ, પુરુષો કરતાં, ધાર્મિક ક્રિયાકાંડ અને તપસ્યા આદિ તરફ અભિરૂચી અને પ્રવૃત્તિ વધારે દેખાય છે. અહિં જન બહેનોમાં પેસી ગએલી કુરૂઢિઓ અને ખોટા વહેમેને દૂર કરાવનાર બહેનોની કઈ વ્યવસ્થિત સભા કે મંડળ નથી. બહેન સમજુબહેન છોટાલાલ ખેતશી તેમજ બહેન માણેકબહેન લાલચંદ પાનાચંદ જેવી કેટલીક બહેને સ્ત્રી સમાજના સુધાર માટે સાર્વજનિક પ્રવૃત્તિ સારી કરે છે; પરન્તુ જન બહેનના સુધાર માટે પણ કોઈ એવા મંડળની જરુર છે.
બહેન સમજુબહેન, શેઠ ભગવાનલાલભાઈનાં માતાજી મણીબા, બહેન માણેકબહેન, શેઠ રવજી ઝવેરચંદનાં ધર્મપત્ની વાલીબહેન અને એવી અનેક વયોવૃદ્ધા સમજુ અને ધર્મપ્રેમી બને છે કે જેઓ મળીને કંઇક કરે તો જરૂર લાભ થાય. '' બને સંપ્રદાયમાં ધાર્મિક પાઠશાળાઓ હેઈ, ઘણી બહેને ધર્મને અભ્યાસ સાર કરે છે. થોડા વખતથી હુનરશાળા સ્થાપિત થઈ છે, તેમાં પણ ઘણું બહેનોએ લાભ લીધો છે. ને હજુ લઈ રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org