________________
- જેનું સ્થાન
[૨૦૫
- - -
-
-
કંઇ કાર્ય ઉપસ્થિત થાય છે, એને ગમે તે રીતે પાર પાડી, જેમ સારું દેખાય, એમ કરવાની કેશિશ કરે છે. જાહેર જીવન
કરાચીમાં લગભગ સાડાત્રણ હજાર જનોની વસ્તી છે, એ વાત પહેલાં કહેવામાં આવી છે. પરંતુ તેમાં કરાચીના જાહેર જીવનમાં આગળ પડતે ભાગ લેનારાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય, તેટલી પણ નથી દેખાતી. ધારાસભાની વાત તો દૂર રહી, રાજદ્વારી ક્ષેત્રમાં કોઈ પણ જૈન ઝળકતો હોય એવું નથી દેખાતું. બેશક, અહિંની મ્યુનીસીપાલીટીમાં ભાઈ ખીમચંદ માણેકચંદ શાહ, મ્યુનીસીપાલીટીના કોર્પોરેટર તરીકે આજ કેટલાંક વર્ષોથી છે, અને તેના લીધે તેમની લાગવગ પણ સારી છે.
રાષ્ટ્રીય પ્રવૃતિમાં ખાદી માત્ર પહેરીને રાષ્ટ્રપ્રેમ બતાવનારાઓની સંખ્યા જરુર કંઈક દેખાય છે, પણ કેંગ્રેસની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેનારાઓ કોણ કોણ છે? એ જાણી શકાતું નથી. હા, શેઠ લાલચંદ પાનાચંદનાં ધર્મપત્ની માણેક બહેન કોંગ્રેસ પ્રવૃત્તિમાં સારે ભાગ લે છે, એ સંતોષ આપનારું છે. તેઓ સત્યાગ્રહની લડતમાં જેલ પણ જઇ આવ્યાં છે. વાવૃદ્ધા હોવા છતાં કાર્ય કરવામાં ખૂબ ખડતલ છે. . આગેવાને
કરાચીના જેને મોટો ભાગ, લગભગ બધા યે કહીએ તે ચાલે, વ્યાપારી છે અને તેથી કરાચીની વ્યાપારી આલમમાં કેટલાક ગૃહસ્થ જરૂર પ્રસિદ્ધ છે. અહિંની બેંકે અને એવાં ખાતાંઓમાં ડાયરેકટરે પણ જનો છે. કેટલાક શિક્ષિત બેંકે અને બીજી ઓફીસમાં નેકરીઓ પણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org