________________
ગુજરાતીઓનું સ્થાન
[૧૭૭
ભાઈ સીધવા, ડે. પોપટલાલ અને શ્રીયુત નારાયણદાસની ગર્જના ન હોય તે ધારાસભા ફીક્કી જ લાગે. મ્યુનિસીપાલીટીના લગભગ ૫૬ મેમ્બરમાં ૨૦ જેટલા ગુજરાતી મેમ્બરે, અને તેમાં કરાચી મ્યુનિસીપાલીટીન ઘણું જુના કારપેરેટર ભાઈ હીરાલાલ ગણાત્રા, છારામભાઈ અને ખીમચંદ શાહ જેવા હિંદુઓ, અને ભાઈ હાતીમ અલવી જેવા માજી અને શ્રી સીધવા જેવા ચાલુ વર્ષના મેયરો-એ ગુજરાતીની વિભૂતિનાં રત્ન મ્યુનિસીપાલીટીને શોભાવી રહ્યાં છે. કોંગ્રેસની પ્રવૃત્તિમાં જૂઓ તે ડે. પુરૂષોત્તમદાસ ત્રિપાઠી જે મુઠ્ઠીભર હાડકાંને માળે, કેંગ્રેસ કમીટીના સેક્રેટરી તરીકેની મોટી જોખમદારી ખેડનાર પણ ગુજરાતી જ છે. એટલું જ શા માટે? કેંગ્રેસ કમીટીના પ્રમુખ ભાઈ સિધવા અને ટ્રેઝરર શેઠ હરિદાસ લાલજી એઓ પણ ક્યાં ગુજરાતી નથી?
ગુજરાતનગર
કરાચીના હિંદુ ગુજરાતીઓનું ગુજરાતનગર ” એ પણ ગુજરાતી પ્રજા માટે અભિમાન લેવડાવનારી વસ્તુ છે. આ ગુજરાતનગર તેજ સ્થાને વસાવ્યું છે કે જ્યાં કેંગ્રેસનું અધિવેશન થયું હતું. મહાત્મા ગાંધીજીના નિવાસ સ્થાને એક સ્તૂપ બનાવીને ગુજરાતીઓએ એ સ્મૃતિ તાજી બનાવી છે. શેઠ હેમરાજભાઈ અત્યારે આ સંસાયટીના પ્રમુખ છે તે, અને શેઠ જસરાજભાઈ અને બીજા કેટલાક મહાનુભાવો આ ગુજરાતનગરની શોભાસ્વરૂપ છે. શિવમંદિર, વ્યાખ્યાનોલ, ટેનીસકોટ, સ્કૂલ વિગેરેથી ગુજરાતનગર ઘણુંજ રળીયામણું લાગે છે.
આમ સિંધની દરેક પ્રવૃત્તિમાં, ખાસ કરીને કરાચીની પ્રવૃત્તિમાં ગુજરાતી નરનારીઓને માટે ફાળે છે અને કવિ ન્હાનાલાલના શબ્દોમાં કહિએ તેઃ
ગુજરાતીઓએ મહાગુજરાતને વસાવ્યું, ગુજરાતણોએ મહાગુજરાતને શણગાર્યું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org