SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] - મારી સિંધયાત્રા સંસ્થાઓ ચાલી રહી છે કે જે બધાને ઉલ્લેખ આ સ્થાને બિલકુલ અશકય છે. પ્રભુતત્વ પ્ર. મંડળ હા, ગુજરાતી તરીકેનું અભિમાન રાખનાર, બધી કામમાં એક્ય અને પ્રેમભાવ ઉત્પન્ન કરાવવા માટે પ્રયત્ન કરનાર અને જાહેર જીવનમાં જ પોતાની જીંદગી અપ ચૂકેલ શ્રીયુત જમીયત આચાર્ય અને ભાઈ નરીમાન ગોળવાળાના નેતૃત્વ નીચે ચાલતુ “પ્રભુત્વ પ્રચારક મંડળ પણ ભૂલી શકાય તેમ નથી. આ મંડળ ઉદાર ભાવે, સર્વ ધર્મોની વચમાં પ્રેમવૃદ્ધિ ઉત્પન્ન કરવાના અને દરેક ધર્મવાળાઓને બહુ જ નજીકમાં લાવવાના બની શકતા દરેક પ્રયત્ન કરે છે. ગુજરાતીઓની ઉદારતા - કરાચીના ગુજરાતીઓનું સ્થાન ન કેવળ એક પિતાના દાયરા પૂરતું જ મર્યાદિત છે. આજે ભારતના કેઈ પણ ખૂણામાં ધરતીકંપ થાય કે દુકાળ પડે, જલપ્રલય થાય કે ગોળીબાર થાય, સત્યાગ્રહ થાય કે હિઝરત થાય ગમે તે પ્રસંગે કરાચીના ગુજરાતીઓ તન-મન-ધનથી મદદ કરી, એક ગુજરાતી તરીકેનું પોતાનું મસ્તક ઉંચું રાખે છે. કરાચીમાં થતા ફાળાઓમાંથી જે ગુજરાતીઓનો ફાળો બાદ કરવામાં આવે, તો ભાગ્યે જ કોઈ પણ ફાળામાં જીવન જેવી વસ્તુ જોઈ શકાય. રાજકીય પ્રવૃત્તિ ન કેવળ ગુજરાતીઓએ સામાજિક, ધાર્મિક કે વ્યાપારિક પ્રવૃત્તિમાંજ પિતાનું સ્થાન રાખ્યું છે. રાજકીય પ્રવૃત્તિમાં પણ ગુજરાતીઓનું સ્થાન નીચે તો નથી જ. સિંધની ધારાસભામાં ભાઈ જમશેદ મહેતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy