________________
૧૫૮ ]
મારી સિંધયાત્રા
સ્થિતિ બધી સમજાવવામાં આવે, ત્યારે એમનો આત્મા ઘણેજ ખુશી થાય. અને આવા કડક નિયમની આવશ્યકતા જરુર સ્વીકારે. બાકી'महाराज, मुखे आसीस कर्यो त मां इम्तहानमे पास थीवन्यां.' મહારાજ, મને આશીષ કરે કે હું આ વર્ષની પરીક્ષામાં પાસ થાઉં,” મહારાજ, આપ આશીષ કરે કે મને નેકરી જદી મળી જાય.’ આમ અનેક પ્રકારની સાંસારિક લાભની આશીષ માગવી, એ તો સિંધી લોકોને એક સાધારણ રિવાજ જ પડી ગયેલ હોય છે. ગમે તેમ પણ આ માંગણુની પાછળ એમની શ્રદ્ધા, ભકિત, યકીનને જે આશય સમાયેલ છે, એ તો ખરેખર જ પ્રશંસનીય છે.
ન કેવળ આ શ્રદ્ધા અને ભક્તિ સામાન્ય વર્ગમાં જ છે, મોટામાં મોટે કલેકટર કે કમીશ્નર કેમ ન હોય, ગમે તેવો શિક્ષિત કે અશિક્ષિત અને ગમે તે ગરીબ કે તવંગર-સૌની એવીજ શ્રદ્ધા અને ભક્તિ. ગમે તે માટે માણસ, રસ્તે ચાલતાં પણ અથવા સેંકડો માણસોની વચમાં પણ ઠેઠ પગમાં પડીને નમસ્કાર કરવામાં સંકોચ નહિં કરે. તેઓ માને છે કે “સાધુઓને આશીર્વાદ એ અમારું કલ્યાણ કરનારી વસ્તુ છે. અમને સાંસારિક લાભ પણ પ્રાપ્ત કરાવે છે અને આત્મ કલ્યાણ કરાવશે. જે કે લગભગ આખી દુનિયામાં છે તેમ, આ લોકેની શ્રદ્ધા અને ભકિતમાં ઐહિક સુખની અભિલાષા વધારે હોય છે, આત્મકલ્યાણની ભાવનાથી શ્રદ્ધા કે ભક્તિ રાખનારા લોકે બહુ ઓછા હશે, પરંતુ છે લોકો શ્રદ્ધાળુ અને ભક્તિવાળા.
શ્રદ્ધાને ગેરલાભ
સિંધી ભાઈઓ બહેનોમાં શ્રદ્ધા અને ભકિતની માત્રા જોઈએ તેના કરતાં વધારે છે, એમ પણ જોઈ શકાય છે અને તે જ કારણ છે કે કેટલાક લોકે તેને ગેરલાભ ઉઠાવતા હોય એમ જોવાય છે. કઈ પણ વસ્તુ મર્યાદામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org