________________
૧૩૨]
મારી સિધયાત્રા
સિંધમાં પ્રવૃત્તિ
- બાડમેરમાં ત્યાંના હાકીમ મગરૂપચંદજી ભંડારી અને સ્ટેશન માસ્તર મનમેહનચંદજી ભંડારી વિગેરે મંડળીના પ્રયાસથી જાહેર વ્યાખ્યાનો ખૂબ થયાં અને હજારો લોકોએ લાભ ઉઠા. હાલા જેવા મુસલમાનોના કેન્દ્રસ્થાનમાં “મહાવીર જયન્તી ” ઉજવાય અને તે પણ માંસાહારી હિન્દુ-મુસલમાનોના સહકાર પૂર્વક ઉજવાય, એ એક ખાસ વિશેષતા હતી. હદ્રાબાદમાં નિયમિત પ્રાતઃકાળમાં વ્યાખ્યાન થતું. સેંકડે સિંધી આમીલો અને ભાઈબંધ કોમના લોકો લાભ લેતા. આખો દિવસ ધર્મચર્ચાઓ થતી. ઘણા લોકો આછી-માંસને ત્યાગ કરતા. ઉપરાન્ત બે જાહેર વ્યાખ્યાનો પણ કરી શકાય. અહિં અમારી સ્થિરતા થોડી જ રહી. માત્ર એક અઠવાડીયું. હૈદ્રાબાદની ગરમી સિંધમાં મશહૂર છે. સિંધી લોકે છેક સાંજ થયા પહેલાં બહાર નિકળેજ નહિં, છતાં સ્થાનિક જૈનસંઘના આગેવાના પ્રયત્નથી ઠીક પ્રવૃત્તિ થઈ.
અહિંથી વિહાર કરી, પહેલું મુકામ કેટ્રી કર્યું હતું. કરાચીના પણ ઘણા ભાઈઓ બહેનો સાથે હતા. હિદાબાદના જૈને ઉપરાન્ત સિંધી ભાઈઓ બહેનો પણ આવેલ. આજની ગરમી આખી જીંદગી યાદ રહેશે. ગરમી ન્હોતી, અંગારા વરસી રહ્યા હતા. મકાન કંઈક સારૂં મળેલું, એટલું સદ્ભાગ્ય. બપોરે સિંધી બહેનો-ભાઈઓએ કહ્યું. “ઉપદેશ આપે?” આવી ગરમીમાં ઉપદેશ? છતાં એ લોકેની ઇચ્છાને માન આપી બધા ભેગા થયા. ઉપદેશ આપ્યો. પછી તે રંગ જામ્યો. સિંધી બહેન–બહેન પાર્વતી અને ચંદ્રિકાએ સુંદર ભજને સંભળાવ્યાં. વૃદ્ધ સિંધી માતા પૂતળીબાઈએ મહાભારત અને રામાયણની કેટલીક વાતો કરી. કરાચીથી સ્વયંસેવક તરીકે આવેલા અજરામર દેસી પણ ખીલ્યા. આખો દિવસ અપૂર્વ આનંદમાં ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org