________________
પોતાના સંઘ પ્રત્યેના પત્રમાં પણ તેઓશ્રી જણાવે છે કે
“હું આવું છું સિંધમાં કાંઈ સેવા કરવાને, ભગવાન શ્રી મહાવીરને સંદેશ સંભળાવવાને. આ કાર્યની સફળતા થડે ઘણે અંશે પણ ત્યારે જ થઈ શકશે કે, જ્યારે વ્યવસ્થા અને સંગઠનપૂર્વક કામ ઉપાડવામાં આવશે.”
મારવાડના જૈન લોકે પૈસાદાર અને ધર્મશ્રદ્ધાળુ છે, છતાં એમને કુસંપ અને સંગઠનને અભાવ મહારાજશ્રીને ખેંચે છે. સંસ્થાઓ પૈસા ખર્ચે સ્થાપે છે, છતાં પાછળથી સત્તા માટે હોંસાતાંસી થાય છે, સંસ્થાઓની કલ્યાણપ્રવૃત્તિ નબળી બને છે, એ જોઇ મહારાજશ્રીનું હદય દ્રવે છે.
મારવાડમાં જનબંધુઓની પ્રાચીન જાહેરજલાલી વિષે સામાન્ય અને જાલોરના કિલા વિષે ખાસ ઉલ્લેખ કરે છે. માત્ર જાલેરના કિલ્લામાં પાંચ જનમંદિર છે. મહારાજશ્રી તેને જનાં અને દર્શનીય જણાવે છે. છતાં નિસ્તેજ અને આશાતનાવાળાં જણાવે છે. કારણ પરસ્પરને કુસં૫. આવાં આવાં તીર્થસ્થળે તે મારવાડમાં ઘણું છે. મહારાજશ્રી એમાંથી થાડાનું વર્ણન લખે છે. તેરાપંથીઓના મનની સંકીર્ણતા અને વિચિત્રતા ખાસ ધ્યાન ખેંચે છે.
મારવાડના અનેક શહેર પ્રવાસમાં આવે છે. મહારાજશ્રી પણ પ્રવાસને થાક એ શહેરનું વર્ણન આપી ઉતારે છે. વર્ણન અર્વાચીન તેમજ ઐતિહાસિક આપે છે. રસ્તામાં રેતીથી ભરેલા રેગીસ્તાનના પ્રદેશનું વર્ણન કરે છે. આવા પ્રદેશમાં પ્રવાસ કે કઠણ હશે, એ તે અનુભવીજ જાણે. મહારાજશ્રીને કઠણ સંયમ, એમનાથી પગરખાં ન પહેરાય, ગાડી કે બીજા વાહનમાં ન બેસાય. આવા સખ્ત નિયમેની નીચે આ મરૂભૂમિમાં પ્રવાસ કરે એ ખરેખર તપ છે. વર્ણન એટલું ભયાનક છે કે વાંચતાં જ મન ક્ષુબ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org