________________
વિહારો, ને ઉપદેશે સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થાય છે. મહારાજશ્રીનું પર્વિત્ર હદય, જ્યાં ત્યાં આવ્યા ત્મક દ્રષ્ટિથી બધું જુએ છે. મહારાજશ્રી પ્રસંગે પાત વિનેદી સંવાદ પણ મૂકી દે છે. કઈ કઈ સ્થળે મીઠા નિર્દોષ કટાક્ષો પણ કરી લે છે. કયાંય કયાંય તકલીફે વચ્ચે એએ અજબ આનંદ દર્શાવે છે. એમના પ્રવાસમાં આટલી મુશ્કેલીઓ છતાં ક્યાંયે નિરાશાનો સ્વર નથી. ઉલ્લાસ, સ્કૂતિ, પ્રેરણા, પ્રગતિ, એ એમનાં જીવનસૂત્રો છે. પિતે સર્વ જુએ છે, જાણે છે, છતાં અસ્પૃશ્ય રહે છે.
મહારાજશ્રીને સિંધ તરફ લાવવા કરાચીના જનસંઘે બહુ આગ્રહ ભરેલો ભાગ બજાવ્યો છે. કરાચીમાં શ્વેતામ્બર જેનેની સારી સંખ્યા છે. વિદ્વાન જનસાધુ મહારાજે સિંધ તરફ પધારતા નથી. મહારાજશ્રી જેવા શ્રેષ્ઠ સાધુવીરને લાવવા માટે એમણે બબ્બે વાર ડેપ્યુટેશન તરીકે પ્રતિનિધિઓ ઠેઠ મેવાડ, મારવાડ સુધી મોકલ્યા. એક સજજન તે “સત્યાગ્રહ’ કરવા પણ તૈયાર થઈ ગયા. એટલે એમની ભક્તિએ મહારાજશ્રીને પીંગળાવ્યા. આ રહ્યા એમના ઉગારે –
- “અમારે ગમે ત્યાં વિચરીને ઉપદેશ આપવાનો છે. પછી સાધુને ગુજરાત શું અને કાઠિયાવાડ શું? સિંધ શું અને પંજાબ શું? મેવાડ શું અને મારવાડ શું? જયાં લાભ દેખાય ત્યાં પહોંચી જવું, એ અમારું કર્તવ્ય છે.'
વળી ઉમેરે છે –
“સાધુને વળી બીજે વિચાર કે શું કરવાનું હોય? સુધાની નિવૃત્તિ માટે પાશેર અન્ન, શરીરને ઢાંકવા માટે બેચાર કપડાં, અને સુવા બેસવા માટે સાડા ત્રણ હાથની જમીન–આટલું જ મળી જતું હોય, તે એક સાધુને માટે–એક મસ્ત ફકીરને માટે બીજી વસ્તુની જરુર યે શી છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org