________________
૧૨૮]
મારી સિધયાત્રા
પગે મુસાફરી કરનારા સાધુઓ પોતાના આત્માનું કલ્યાણ કરવા સાથે ધર્મની, સમાજની અને દેશની ઘણું સેવા કરી શકે છે. સેવાનું ક્ષેત્ર વિશાળ છે. સેવાનાં સાધનો અસંખ્ય છે. પોતપોતાના આચારના પાલન પૂર્વક ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે સાધનથી મનુષ્ય સેવા કરી શકે છે અને રાષ્ટ્રના ઉત્થાનમાં પણ મોટે ફાળો આપી શકે છે. સૌ પોતપોતાની મર્યાદામાં રહીને, પિતતાના ધર્મમાં રહીને પોતાનાં કાર્યો કરે, તે તે વગર હાનિએ માટે લાભ કરી શકે છે. પોતાના ધર્મને ચૂકીને સેવા કરનાર માણસ લાભ કરતાં નુકસાન વધારે ઉઠાવે છે. લાખના બાર હજાર કરે છે.
સાધુ “સાધુ ” છે, તો તે ત્યાગથી જ છે. બાહ્ય ક્રિયાકાંડમાં ડેક અપવાદ વિકટ પ્રસંગોમાં ઉઠાવવો પડતો હોય તો તે “સંકટ સમયે સાંકળ ખેંચવા” જેવું છે. આપદ્ધર્મ તરીકે કઈ ચેકસ પ્રસંગે પૂરતે કઈ બાથ અપવાદ ઉઠાવવો પડે, પણ તેના મૂળમાં તે હાનિ નજ પહોંચવી જોઇએ.
પાદવિહારની આ ખાસ ખૂબી છે. મહાત્મા ગાંધીજીની “દાંડીની કૂચ ' એ જૈન સાધુઓના પાદવિહારની એક અમુક સમય માટેની ટુંકી આવૃત્તિ હતી. લા
‘ટકાની તેલડી તેર વાનાં માગે.” પાદવિહારને ચૂક્યા પછી એક પછી એક એવાં લફરાં જીવનમાં પેસી જાય છે, કે જેમાંથી નિકળવું તે દૂર રહ્યું, પણ એ જાળ વધારે ને વધારે ગૂંથાતી જાય છે. આના ઉદાહરણ રૂપે કાશી, અયોધ્યા, હરદ્વાર અને એવાં સ્થાન કે જ્યાં સાધુઓના અખાડા ને અખાડા પડ્યા હોય, ત્યાં જેવાથી વધારે ખાત્રી થશે. જેન સાધુઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org